દાદીનું આવું ડેરિંગ જોઇને તમે પણ હક્કા બક્કા રહી જશો! ૭૦ વર્ષીની ઉમરમાં પણ આવી રીતે છલાંગ અને સ્વીમીંગ કરી શકે છે…જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એવું સાધન બની ગયું છે જેના દ્વારા હાલ લોકો પણ ખુબ ફેમસ થઈ રહ્યા છે, જેના વિશે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. સોશિયલ મીડિયા પર રોજબરોજનો એવો કોઈને કોઈ વિડીયો તો સામે આવતો જ હોય છે જેને જોયા પછી આપણે પણ દંગ જ રહી જતા હોઈએ છીએ.

એવામાં હાલ ટ્વીટરના માધ્યમથી એક વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ૭૦ વર્ષીય આધેડ ઉમરની મહિલાનો જુસ્સો અને તન્દુરસ્તી જોઇને સૌ કોઈ દંગ જ રહી ગયું છે. આ વિડીયો જોયા પછી લોકો પણ આ દાદીને ‘સુપરદાદી’ના બિરુદ આપી રહ્યા છે કારણ કે દાદી કારનામો જ એવો કઈક કરે છે. આ વિડીયોને પગલે તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો અને તરત જ આ ઘટનાની તપાસ કરવામાં આવી હતી.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક મોટી ઉમરના દાદી હરિદ્વારના પૌડી ઘાટ પર બનેલા પુલ પરથી ગંગા નદીમાં કુદકો મારે છે. યુવાનો આ પુલ પરથી ગંગા નદીમાં ડૂબકી લગાવી રહ્યા હતા ત્યારે આ દાદીને પણ તેને જોઇને પાણીમાં છલાંગ લગાવાનું મન થયું અને તેઓએ પણ પાણીમાં છલાંગ લગાવી દીધી. પાણીમાં કુદકો માર્યા બાદ આ આધેડ વયની દાદી આરામથી ગંગા પાર કરી લે છે.

આ વિડીયો જોનાર તમામ લોકોએ આ દાદીના વખાણ કર્યા છે, જયારે આ વિડીયો પ્રશાસન પાસે પોહચતા તંત્ર દ્વારા લોકોને એવી અપીલ કરવામાં આવી રહી છે કે આવો સ્ટંટ કોઈ પણ વ્યક્તિએ કરવો નહી, આમાં જીવ પણ જઈ શકે છે. આ સ્ટંટનો વિડીયો જોયા પછી સૌ કોઈની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *