એક દસ વર્ષની છોકરીની હિંમત જોઈ તમે પણ વખાણ કરતા થાકશો નહિ….

દરેક લોકો એ એક કહેવત તો તેના જીવન માં જરૂર સાંભળી હશે કે મન હોઈ તો માળવે જવાઈ, આજે આપણે એક તેવીજ દીકરી વિષે વાત કરીશું જેની હિંમત વિષે જાણો તમે પણ તેના વખાણ કરતા થાકશો નહી. અને આ દીકરીનું નામ સીમા છે. હાલમાં તેની ઉમર દસ વર્ષ છે. સીમા બિહારના એક નાના ગામની રહેવાસી હતી, જેને એક દુઃખદ ઘટનામાં તેનો પગ ગુમાવ્યો હતો.

તેમજ ત્યારબાદ પરિવારનાં લોકોને એવું લાગ્યું કે દીકરી હવે દીકરી તેના જીવન માં કઈ પણ નહિ કરી શકે હવે તેનું જીવન બગડી ગયું છે. તેથી પરિવારના લોકો હિંમત હારી ગયા હતા. પરંતુ અનોખી વાત તો એ છે કે ૧૦ વર્ષની સીમા તેની હિમત હારી નો હતી. અને સીમા એ તેના પરિવારના લોકો ને કહ્યું કે મારે અભ્યાસ કરવો છે. અને એક સારી નોકરી કરવી છે.

તેથી આજે એક પગ નો હોવા છતાં પણ તે દોડી દોડી શાળાએ જાય છે. જે ખુબજ રડાવી દે તેવી બાબત છે. આમ સીમાની શાળા ૧ કિલોમીટર દુર હોવા છતાં તે એક પગ પર દોડી ને શાળા એ જતી હોઈ છે જે ખુબજ મુશ્કેલ બાબત ગણવામાં આવે છે. અને તેના પરિવાર ને સાચવવા માટે તે ખુબજ સારો અભ્યાસ કરી એક સારી નોકરી કરવા માંગે છે.

આથી સીમાની આ હિંમત જોઈને તેની શાળાના શિક્ષકો પણ સીમાને સલામ કરે છે, શાળાના શિક્ષકોને પણ વિશ્વાસ છે કે સીમા મોટી થઈને એક દિવસ તેનું અધૂરું સપનું જરૂરથી પૂરું કરશે, સીમાના પરિવારના લોકો આજે તેમની દીકરી પર ખુબ જ ગર્વ અનુભવે છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *