સ્કૂલમાં ભણતા આ દિવ્યાંગ બાળકની મહેનત અને લગન જોઇને તમારી આંખો પણ છલકાઇ ઉઠશે અને તમે પણ સલામ કરી દેશો…જુઓ વિડીયો

જેમ તમે જાણોજ છો કે બધાજ લોકોનું જીવન એક સરખું હોતું નથી ઘણાં લોકો દિવ્યાંગ જન્મ લેતા હોઈ છે તો વળી અમુક લોકો અકસ્માતને કારણે દિવ્યાંગ બનતા હોઈ છે. મિત્રો તમને ખબરજ હશે કે દિવ્યાંગ હોવું એ વ્યક્તિ માટે ખુબજ મુશ્કેલી ભર્યું જીવન હોઈ છે. તેને આ જીવન આ અઘરી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોઈ છે. તમે ઘણાં લોકોને જોયા હશે જે લોકો ને હાથ હોતા નથી અથવા તો પગ હોતા નથી તેઓનું જીવન સામાન્ય માણસ કરતા ઘણું અઘરું બની જતું હોઈ છે હાલ એક તેવોજ દિવ્યાંગ સ્કૂલના બાળકનો વિડીયો સામે આવી રહ્યો જેણે બધાજ લોકોના દિલ જીતી લીધા છે.

વાત કરીએ તો વિડીયોમાઁ તમે જોઈ શકો છો કે એક દિવ્યાંગ બાળક કે જેના કોણી સુધીના બંને હાથ નથી અને તે પોતાની બે કૉણી વડે ચમચી પકડીને ખોરાક ખાતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોઈ તમારી આંખો માંથી પણ આંસુ સરી પડશે. ટ્વિટર પર શેર કરવામાં આવેલી ક્લિપમાં એક છોકરો સ્કૂલ યુનિફોર્મમાં જોઇ શકાય છે. બાળક શાળાની કેન્ટીનમાં લંચ લેતો બતાવવામાં આવ્યો છે. નજીકથી જોવામાં આવે તો ખબર પડે છે કે બાળકના બંને હાથ કોણીની નીચેથી કપાયેલા છે.

આમ હાથ ન હોવા છતાં, શાળાનો છોકરો રોટલી તોડવા માટે તેના મોં અને અંગોનો ઉપયોગ કરે છે અને પછી તેને તેના વિકલાંગ હાથથી ખાવાનો પ્રયાસ કરે છે. આટલું જ નહીં, તે પોતાના વિકલાંગ હાથ વડે ચમચી વડે ખાવાનો પ્રયત્ન કરે છે અને પોતાનો ખોરાક ખાવામાં સફળ થાય છે. વીડિયોના અંતમાં આ દ્રશ્ય જોઇને લાખો લોકો ભાવુક થઈ ગયા હતા. તેમજ મિત્રો તમને જણાવીએ તો આ છોકરાને પગ પણ નથી, પરંતુ તેનાથી તેને કોઇ ફરક પડતો નથી. સામાન્ય બાળકોની જેમ તે પણ શાળાની કતારમાં ઉભા રહીને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન શાળાના અન્ય બાળકો પણ જોઇ શકાય છે. ટ્વિટર પર આ વીડિયોને 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ કહ્યું કે આ વીડિયો જોઇને મારા આંસુ આવી ગયા.

આમ એક યુઝરે લખ્યું, ‘જીવનમાં કશું જ અશક્ય નથી. અન્ય એક યુઝરે લખ્યું, “આ સુંદર નાનો છોકરો આ દેશના ઘણા લોકો માટે પ્રેરણા છે. મારું હૃદય પીગળી ગયું. વીડિયોએ ઘણાને પ્રેરણા આપી હોય તેવું લાગે છે. ત્રીજા યૂઝરે લખ્યું, “આ બાળકને જોઈને જ અમને જીવનભર પ્રેરણા મળી રહેશે′ જો કે, કેટલાક એવા પણ હતા જેમણે તે બાળકને સૂચવ્યું. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “બાળકને ભવિષ્યમાં પ્રોસ્થેટિક્સ લેવા જોઇએ જેથી તેનો સંઘર્ષ ઓછો થાય.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.