ગરીબોના રાજા નીતિનભાઈનું ઘર જોઈને આંખો થઇ જશે પહોળી..
જ્યારે આપણે જિગલી ખજૂરના કોમેડી વિડીયો જોઈએ ત્યારે એ જોઈને આપણે જરાપણ અંદાજ ન આવે કે આ ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની ગરીબોને આટલી બધી મદદ કરનારાના મસીહા છે.નીતિનભાઈ એ કોરોનાકાળ દરમિયાન અનેક લોકોને આર્થિક મદદ કરી છે તે સિવાય જે લોકો તૌકતે વાવાઝોડા દરમિયાન બે-ઘર થઈગયા હતા તેમને પણ નીતિનભાઈ એ ઘર બનાવી આપ્યા છે.અસંખ લોકોને રોજગાર અપાવવાથી લઈને લોકડાઉનમાં જમવાનું આપવું વગેરે જેવા જનસેવામાં અનેક કાર્યો નીતિનભાઈ દ્વારા કરવામાં આવ્યા છે અને તેના આ કાર્યોના અનેક વિડીઓપણ વાયરલ થયા છે.
લોકોને આટલી બધી નિસ્વાર્થ ભાવે સેવા કરનાર નીતિનભાઈ પોતે પણ એક આલીશાન મકાનમાં રહે છે તેમનું ઘર બારડોલીમાં આવેલું છે તથા ખુબ જ સુંદર અને આલીશાન છે. નીતિનભાઈના ઘરમાં સરસ મજાનો બગીચો છે જેમાં પીપળાનું ઝાડ છે. જ્યારે તેઓનું મકાન બનતું હતું ત્યારે મજૂરો કાઢી નાખવાના હતા પરંતુ નીતિનભાઈના પિતાજીએ કહ્યું કે નહિ પીપળામાં પિતૃ દેવોનો વાસ છે એ કાઢતા નહિ અને એ પીપળો બહુ મોટું વૃક્ષ બની ગયો છે.તેમના ઘરની આજુબાજુમાં પણ સુંદર વનરાજી છવાયેલા છે. નીતિનભાઈને અસંખ લોકો આશીર્વાદ આપે છે કારણ કે તેમને ગુજરાતના સોનુ સુદ બનીને લોકોની મદદ કરી છે.