વિદ્યાર્થીઓને નાચતા જોઈ IAS મહિલા પણ લાગી નાચવા અને કર્યો ખુબજ જોરદાર ડાન્સ…
તમે ઘણી વખત એવા ડાન્સ જોયા હશે જે જોઈ તમે પણ તેના ખુબજ વખાણ કરવા લાગતા હોવ. ડાન્સ એક એવી વસ્તુ છે જેને કરવાની અને જોવાની ખુબજ મજા આવે છે. તેવોજ એક ડાન્સમાં કેરળના જીલ્લા કલેકટર દિવ્યા એસ. અય્યર વર્તુળ બનાવીને વિદ્યાર્થીઓ સાથે કર્યો. આ ડાન્સનો એક વિડીઓ પણ ખુબજ વાઈરલ થયો છે અને લોકો પણ તેને ખુબજ પસંદ કરી રહ્યા છે.
આ વીડીઓમાં જોવા મળે છે કે પથાનમથીટા જીલ્લા કલેકટર દિવ્ય એસ અય્યર તેની ડાન્સ સ્કીલ ને વિદ્યાર્થીઓ સાથે શેર કરી, આમ તેનો ડાન્સ જોઈ બધાજ વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત થઇ જાય છે. આમ વાત એ હતી કે મહાત્મા ગાંધી યુનીવર્સીટીમાં આર્ટ ફેસ્ટીવલ દરમિયાન જીલ્લા કલેકટર IAS આવ્યા હતા, અહી યુનીવર્સીટી દ્વારા ‘દીપકઝાળ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તેનું ઉદ્ઘાટન કરવા જીલ્લા કલેકટર આવ્યા હતા.
આમ તે દરમિયાન વિદ્યાર્થીઓએ પણ વારવાર જીલ્લા કલેકટરને ડાન્સ માટે વિનંતી કરી રહ્યા હતા. આમ તે બાદ બાળકોના હદય સાચવી રાખવા માટે કલેકટર સાહિબા પણ બાળકો સાથે ડાન્સ કરવા લાગ્યા. તેઓ વિદ્યાર્થી સાથે તાળીઓ પાડતા અને ડાન્સ કરતા જોવા મળ્યા. આ સુંદર વીડિયો અજીન પથનમથિટ્ટા નામના યુઝરે ફેસબુક પર શેર કર્યો છે. તેણે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, “પથનમથિટ્ટાના જિલ્લા કલેક્ટર દિવ્યા એસ. ઐયર આઈએએસ મહાત્મા ગાંધી યુનિવર્સિટી આર્ટ ફેસ્ટિવલના અવસર પર પહોંચ્યા હતા. તેઓએ જિલ્લા સ્ટેડિયમમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ફ્લેશ મોબમાં ડાન્સ કર્યો હતો.”
તેમજ આ વિડીઓ જોયા પછી એક યુઝરે લખ્યું, “ઓહ વાહ, કલેક્ટર સાહિબા ખૂબ જ સુંદર ડાન્સર નીકળ્યા.” પછી એક કમેન્ટ આવે છે, “દરેક વ્યક્તિ આના જેવા હોવા જોઈએ. તમે ઉચ્ચ પદ પર પહોંચી શકો છો. પરંતુ જીવનનો આનંદ માણવાનું ભૂલશો નહીં. ત્યારે બીજા એક યુઝરે લખ્યું, “કલેક્ટર સાહિબા ડાઉન ટુ અર્થ વ્યક્તિ લાગે છે. બાળકોની ખુશી માટે ડાન્સ કર્યો. હું તમને નમસ્કાર કરું છું.”