આ મહીલા ઓફીસરો ને જોઈ ભલભલા ગુંડાઓ નો પરસેવો છુટી જાય છે ! જાણો તેમના વિશે…

બદલાતા સમય સાથે મહિલાઓ પણ દરેક બાબતોમાં આગળ વધી રહી છે.પોલીસ વિભાગ માં પણ મહિલાઓના અદ્ભુત કિસ્સાઓ જોવા મળતા હોય છે.હાલમાં જ દિલ્લી પોલીસે રાજધાની ની સુરક્ષા વ્યવસ્થા ને સારી અને અસરકારક બનાવવા માટે શહેરને ૧૫ જિલ્લાઓમાં વિભાજિત કરી નાખવામાં આવ્યું છે એવામાં પ્રત્યેક જિલ્લાની દરેક જવાબદારી જિલ્લા પોલીસ ઉપાયુક્ત એટલે કે IPS Ane DCP ને સોંપવામાં આવી છે.

દર ત્રણ જિલ્લાની દેખભાળ રાખવા માટે એક રેન્જ નક્કી કરવામાં આવી છે.આ વર્ષે પોલિસ કમિશનર રાકેશ અસ્થાના એ મહિલા આઇપીએસ અધિકારીઓની ઉપર વિશ્ર્વાસ રાખીને તેમને ૬ જિલ્લાઓની કમાન સોંપવામાં આવી છે.આ આઇપીએસ અધિકારીમાં એવી પણ સાહસી અને કાબિલ મહિલા પોલીસ જોવા મળેછે કે જેનું નામ સાંભળી ને જ અપરાધીઓ થર થર ધ્રુજે છે.તો ચાલો આવી બહાદુર અને કાબિલ પોલીસ અધિકારીઓ કે જે સુપર લેડી કોપ થી પણ ઓળખાય છે તેમના વિશે જાણકારી મેળવીએ.

બેનીતા મેરી જયકર ( સાઉથ) DCP : આઇપીએસ બેનિતા જયકર કેરળની નિવાસી છે.તેમને ડીયુ થી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.જ્યાં તેમને અભ્યાસ સાથે જ ૨૦૧૦ માં સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરી હતી.ત્યાર પછી તેમનું સિલેક્ષન ભારતીય પોલીસ સેવા માટે કરવામાં આવ્યું હતું.જ્યારે તેઓની આઇપીએસ ની ટેનિંગ ચાલી રહી હતી ત્યારે નિર્ભયા કેશ ચાલ્યો હતો.તે શરૂઆત થી અંત સુધી નિર્ભયા ની સાથે હોસ્પિટલ માં હતી.તેને સિંગાપુર લઈ જવાની અને લાવવાની જવાબદારી પણ બેનીતાં ની હતી.બેનિતાં થોડા સમય માટે DCP ના પદ માં પણ જોવા મળી હતી.ત્યાર પછી તેનું ટ્રાન્સફર થયું અને તે લક્ષદ્વીપ માં ત્રણ વર્ષ માટે એસપી રહી.ત્યાર પછી તે પોલીસ હેડકવાતર માં પણ ફરજ નિભાવી હતી.હાલમાં તે ડીસીપી ના પદ પર સાઉથ વિસ્તારની દેખરેખ કરી રહી છે.આ તેજ જગ્યા છે જ્યાં તેની શરૂઆતની ટ્રેનિંગ થઈ હતી.

ઉષા રંગરાણી ( નોર્થ વેસ્ટ ) DCP :. ઉષા રંગરાણી નોર્થ વેસ્ટ ની ડીસીપી છે.તે આ પદ પર આ વર્ષની શરૂઆતમાં જ આવી હતી.તે ૨૦૧૧ ના વર્ષની આઇપીએસ ઓફિસર ની બેન્ચની છે.આમાં દિલચસ્પ વાત એ છે કે અહી જિલ્લામાં પહેલા બે ટર્મ પણ મહિલા આઇપીએસ અધિકારી આવી હતી.જેમાં ૨૦૦૯ ની બેન્ચ ની આઇપીએસ વિજ્યાંતા આર્યા અને અસ્લમ ખાન હતી.ઉષા રંગરાણી આગ્રની નિવાસી છે. આઇપીએસ બન્યા પછી સૌથી પેલા તે ACP તરીકે ફરજ બજાવી અને ત્યાર પછી તેમને પોસ્તિંગ વસંત્ત વિહાર eow ma રહ્યું હતું.તેઓ બે મહિના પહેલા ઉત્તર પશ્ચિમ જિલ્લામાંથી ડીસીપી પીસીઆર હતી. તેમણે સાયબર સેલની ટીમને મજબૂત બનાવીને સ્ટ્રીટ ક્રાઈમ પર અંકુશ લાવ્યા હતા.

શ્વેતા ચૌહાણ ( સેન્ટ્રલ ) DCP: દિલ્લી સેન્ટ્રલ ની ડીસીપી શ્વેતા ચૌહાણ ૨૦૧૦ ની બ્રાચ ની આઇપીએસ ઓફીસર છે.તેમના અનુસાર સેન્ટ્રલ દિલ્લી બહું જ સંવેદનશીલ વિસ્તાર છે.એટલા માટે તે વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ રાખવા માટે સતત દેખભાળ અને અપરાધને નિયંત્રણ માં રાખવાને બહુ જ મોટી ચુનોતી સમજે છે.

ઉર્વિજા ગોયલ( વેસ્ટ) DCP: IPS અધિકારી ઉર્વીજા ગોયલ આ વર્ષે જ ફેબ્રુઆરી માં વેસટ દિલ્લી ની DCP બની છે.આની પહેલા તે ઓકટોબર ૨૦૨૦ થી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી મધ્ય દિલ્લી પોલીસની આર્થિક અપરાધ શાખાની ડીસીપી હતી.ત્યાં જ ફેબ્રઆરી ૨૦૧૯ થી ઓકટોબર ૨૦૨૦ સુધી ટ્રાફિક પોલીસ ના ડીસીપી તરીકે ફરજ બજાવી રહી હતી.

ઈશા પાંડે ( સાઉથ ઈસ્ટ) DCP: સાઉથ ઈસ્ટ ની ઈશા પાંડે ૨૦૧૦ ની બેચ ની આઇપીએસ ઓફીસર છે.તે ઘણી પુસ્તકો પણ લખી ચૂકી છે.તે દિલ્લી ની બાજુ આવે લક્ષ્યદીપ અને અરૂણાચલ માં પણ કામ કરી ચૂકી છે.તે સેન્ટ્રલ અને નોર્થની પણ ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકી છે.દિલ્લી પોલીસની સ્પેશ્યલ પ્રોટેક્શન યુનિટ ફોર વિમેન એન્ડ ચિલ્ડ્રન અને ટ્રાફિક પોલીસ માં પણ ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકી છે.

પ્રિયંકા કશ્યપ( ઈસ્ટ) DCP: ૨૦૦૯ ની બેન્ચ ની અધિકારી છે જે દિલ્લી ની ઈસ્ટ વિભાગ માં ફરજ બજાવી રહી છે.પ્રિયંકા કશ્યપ ની પહેલી પોસ્ટિંગ નાગાલેન્ડ માં થઈ હતી.ત્યાર પછી ગોવા, મિઝોરમ અને દિલ્લી માં થઈ હતી.તે પંજાબ ની રહેવાસી છે અને ચંદીગઢ માં ભણતર પૂરું કર્યું હતું.અભ્યાસ માં હંમેશા ટોપ કરનારી પ્રિયંકા એન્જિનિયર પણ કરી ચૂકી છે.ત્યાર પછી તે સિવિલ સર્વિસ માં આવી હતી.તેમને પોતાના બેચમેંત સાથે લગ્ન કર્યા હતાં.તેમના પતિ MHA છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.