એક દૂધવાળાનો આ જુગાડ જોઈ આ બીઝનેસમેન બોલ્યા “મારે આને મળવું છે “…જુઓ આખો વિડીયો

આપણા દેશને કલાના દેશ તરીકે પણ ઓળખવામાં છે.બદલાતા સમયગાળામાં આજના લોકો હાર્ડ વર્કને બદલે સ્માર્ટ વર્કમાં માને છે..એવા કામ જે સરળતાથી થઈ શકે,સમાજને પણ ઉપયોગમાં આવી શકે અને આવક પણ વધુ પ્રાપ્ત થઇ શકે એ હેતુથી કાર્યો કરવામાં આવે છે..આપણા દેશમાં ક્રિએટીવ માણસોની કમી નથી…અહિયાંના લોકો જુગાડપ્રેમી જીવ છે જોકે આવા લોકોનો જુગાડ જો દેશના લોકો માટે કારગત અને ઉપયોગી નીવડે તો તે ધંધાકીય ક્ષેત્ર અને ઇન્વેશનની દુનિયામાં માં પોતાનું  સ્થાન બનાવી શકે છે.અહિયાં એક એવા જ વ્યક્તિની વાત કરવી છે જે વ્યક્તિની આ Creativity જોઇને ખુદ મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રા એ એમને મળવા આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.કોણ છે આ વ્યક્તિ અને શું છે તેનો આ જુગાડ ચાલો જાણીએ…

 

એક માહિતી અનુસાર આ વ્યક્તિ અંગે કોઈ જાણકારી મળી નથી પરંતુ આ ઘટના કોરોના સમયની છે જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગેલું હતું..અને લોકો Social Distance ણે ફોલ્લો કરતા હતા…આ વિડીયો Twitter હેન્ડલ @RoadsOfMumbai થી 28 એપ્રિલના રોજ શેર કરવામાં આવ્યો હતો..અને એમાં એમણે રમૂજી રીતમાં એવું Caption લખ્યું હતું કે “જયારે તમે F1 (ફોર્મ્યુલા 1 રેસ)ના ડ્રાઈવર બનવા ઇચ્છતા હો,પરંતુ તમારી Family તમને દૂધના વ્યવસાયમાં મદદ કરવા માટે જોર કરે ત્યારે કંઇક આવી હાલત થાય છે.આ વિડીયોમાં તમે જોઈ શકો છુઓ કે એક દૂધવાળો એક રેસિંગ type દેસી ગાડી જે એમને ૩ પૈડા અને લોખંડના રૂપમાં તૈયાર કરી છે અને સાથે સાથે એક સ્ટીયરીંગ અને ચેર પણ ફીટ કરેલી છે તેવી આ અદભૂત ઇનોવેશન કાર તે એક સ્વેગ અને attitude થી ચલાવી એમાં પાછળ દૂધના કન્ટેનર ભરીને લઈ જાય છે આ કારને તમે ગો-કાર્ટ પણ કહી શકો.

આ જબરદસ્ત જુગાડ ઈન્ટરનેટ પર ખૂબ બેહદ રીતે છવાઈ ગયો છે.આ ઘટનાના વિડીયો ને અત્યાર સુધી અંદાજે 19 હજાર લાઈક અને 2,912 રીટ્વીટ કરી એમના આ કાર્યને બિરદાવ્યું છે…એમાં એક યુઝરે એવું લખ્યું છે કે “આ તો બહુ કુલ જુગાડ છે” તો અન્ય યુઝરે એવું લખ્યું છે કે “શું મસ્ત લાગે છે …ગજબ નો આવિષ્કાર છે આ તો..”અને કેટલાક યુઝરે એવું પણ જણાવ્યું છે કે તે તેની હેલ્મેટ પહેરવા બાબત પર ખૂબ ઈમ્પ્રેસ થયા છે અને આ ક્લિપમાં કારોબારી આનંદ મહિદ્રા એ ટ્વિટ કરીને એવું જણાવ્યું છે કે “મને લાગે છે કે આ ગાડી રસ્તાના નિયમો પર યોગ્ય નહીં બેસી હોય પરંતુ મને આશા છે કે એનું ઝૂનૂન એને આ બધું કરાવતું હશે..ઘણા લાંબા સમય પછી આવી કમાલની વસ્તુ જોવા મળી છે .હું આ Road Warrior ને મળવા ઈચ્છું છું..”

જોકે આ વીડિયો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ક્યારેક આવા નાના કાર્યો પણ માણસને ખૂબ મોટી સફળતા અપાવી દેતા હોય છે પણ આ વીડિયો અંગે અને આ અદભૂત ક્રિએટિવ જુગાડ અંગે તમારૂં શુ મંતવ્ય છે એ અમને જરૂર જણાવશો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *