માનવસેવા નિસ્વાર્થ ભાવ! આ મુસ્લિમ મહિલાએ નમાઝ પણ ન પઢી અને લાગી રહી ફક્ત દર્દીઓની સેવામાં…136 જેટલા મૃતદેહ
ગુજરાતી નવા વર્ષના પ્રારંભે રવિવારે મોરબીની દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકો વ્યથિત કર્યા છે. પુલ તૂટતાં અત્યાર સુધી એક સામટાં સરકારી આંક મુજબ 134 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વધી રહ્યો છે, હજુ મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે. ત્યારે મોરબીમાં માતમ છવાયો છે. પરંતુ તેઓને શું ખબર હતી કી પુલ પડી જશે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી તેમજ ઘણા ઉચ્ચ અધિકારીઓ આ મદદ કરવા માટે તરતજ હાજર થઈ ગયા હતા. તેમજ તમને જણાવીએ તો આજના સમયમાં પણ માનવતા જીવંત છે તેવું એક મુસ્લિમ મહિલાએ સાબિત કરી બતાવ્યું છે.
વાત કરીએ તો હસીનાબેન લાડકા નામની મહિલા કેટલાય સમયથી મોરબીમાં રહીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે. હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને તેની પાસે પૈસા કે અન્ય વ્યવસ્થા ના હોય ત્યારે હસીનાબેન તમામ વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડે છે. રવિવારની સાંજે પુલ તૂટવાના સમાચાર મળતાં જ હસીનાબેન સિવિલ હોસ્પિટલ પહોંચી ગયાં હતાં. સિવિલ પહોંચીને દર્દી કે મૃતદેહ આવે એ અગાઉ જ સ્ટ્રેચર તથા ક્યાં વૉર્ડમાં લઈ જવા એ માહિતી ભેગી કરીને તૈયારી કરી રાખી હતી.
આ ગુરુઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવવાની શરૂઆત થતાં જ હસીનાબેન તરત જ સ્ટ્રેચર લઈને બહાર આવી ગયાં હતાં અને મૃતદેહને અન્ય લોકોની મદદથી મૂકીને જે-તે વોર્ડ તરફ લઈ ગયા હતા. મૃતદેહની ઓળખ કરાવવાની તથા ફોર્મ ભરવા અને પંચનામું કરવાની તમામ વિધિ ઊભા રહીને જ કરી. સિવિલમાં એક બાદ એક મૃતદેહ આવતા જ રહેતા હતા. હસીનાબેને 136 મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢી મોઢા પર આવેલા લોહી તથા શરીર વ્યવસ્થિત સાફ કર્યું હતું. આમ અનેક પરિવારજન મૃતદેહ ખરાબ થઈ ચૂક્યો હોય તો નજીક પણ નહોતા જતા, ત્યારે હસીનાબેન પોતાના પરિવારના સભ્યની જેમ મૃતદેહને સાફ કરતા હતા. તેમણે 136 મૃતદેહને ઊભા રહીને ખડેપગે સેવા આપી હતી.
સતત બીજો દિવસ થયો છતાં પાણી પર જ રહીને કોઈપણ સ્વાર્થ વિના સેવા આપી હતી. તેમની પોતાની એક એમ્બ્યુલન્સ પણ સેવાકાર્યમા આપી દીધી હતી, જેથી જેની પાસે સગવડ ના હોય તો તેમને મૃતદેહ ઘર સુધી પહોંચાડવામાં પણ મદદ કરી હતી. તેમજ પરિવાર હોય તો તેમને સાંત્વના આપીને મૃતદેહની કાર્યવાહી પતાવીને તેમને પરત સોંપવા સુધી પરિવારની સાથે રહ્યાં હતાં. જે ખુબજ સરાહનીય કાર્ય છે. આમ આ સાથે હસીનાબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધર્મ ભલે અલગ હોય, પરંતુ ભગવાન બધા એક જ છે. મેં 136 મૃતદેહની વ્યવસ્થા કરી, જેમાં હિન્દુ પણ હતા અને મુસ્લિમ પણ હતા, પરંતુ હું મારી ફરજ ના ચૂકી. મારે નમાજ માટે જવું હતું, પરંતુ ઘરે ના ગઈ અને હોસ્પિટલમાં જ દુવા કરીને પાછી કામે લાગી ગઈ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.