તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં શો માં નવા તારક મહેતા આવતાં જ શૈલેષ લોઢાએ આસિત મોદીને ટાર્ગેટ કર્તા પોસ્ટમાં લખ્યું કે… જાણો વિગતે

ટીવીનાં સૌથી પોપ્યુલર કોમિક શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ પોતાના લીડ કેરેક્ટર ‘તારક મહેતા’ને લઈને ચર્ચામાં છે. શૈલેશ લોઢાનાં શો છોડ્યા બાદ હવે તારક મહેતાનું પાત્ર સચિન શ્રોફ નિભાવશે. શોનો નવો પ્રોમો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સચિન તારક મહેતાનાં રૂપમાં જોવા મળે છે. સચિનની એન્ટ્રી પર લોકોનું મિક્સ્ડ રીએક્શન જોવા મળે છે. આ દરમિયાન શૈલેશ લોઢાએ પણ સોશિયલ મીડિયા પર એક વ્યંગ પોસ્ટ લખી છે.

તારક મહેતા શો થોડા સમયથી વિવાદો વચ્ચે ઘેરાયો છે, કેમકે શોના મોટાભાગના કલાકારો અચાનક શો છોડીને ચાલ્યા ગયા છે. આમાં શૈલેશ લોઢાનું નામ પણ સામેલ છે. રીપોર્ટસ અનુસાર, શૈલેશે શોના મેકર અસિત કુમાર મોદી સાથે વિવાદોને લઈને શો છોડ્યો હતો. શૈલેશનાં અચાનક શો છોડવા પર તેણી ટીઆરપી પર ખરાબ અસર પડી હતી. શો છોડ્યા બાદ શૈલેશ ચુપ ન બેઠા. તેઓ સતત શોશિયલ મીડિયા પર વ્યંગાત્મક પોસ્ટ લખીને મેકર્સ પર નિશાનો સાધતા રહ્યા. આમ જ જ્યારે સચિન શ્રોફની એન્ટ્રી બાદ શૈલેશે ઇન્સ્ટાગ્રામ પર ભારે વ્યંગ પોસ્ટ શેર કરી છે. જુઓ આ પોસ્ટ.

શૈલેષ લોઢાએ પોસ્ટમાં ઘણું બધું કહી દીધું છે. એક્ટરે આ પોસ્ટમાં કોઈ પણ વ્યક્તિનું નામ લીધું નથી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા યુઝર્સ એમ જ માને છે કે આ કટાક્ષ ‘તારક મહેતા..’ના પ્રોડ્યૂસર અસિત મોદી પર જ કરવામાં આવ્યો છે. શૈલેષે પોતાની હસતી તસવીર શૅર કરી છે અને કેપ્શનમાં કહ્યું હતું, ‘આજની વ્યક્તિ પર એક લેટેસ્ટ વ્યંગ્ય કવિતા.

હિન્દીમાઁ કવિતા લખી હતી કે

“મેરા હી ચેહરા સબ સે બડા હો

યાર તુમ કિતને અસુરક્ષિત ઔર ડરે હો

પરિભાષા તક નહીં જાનતે ઈમાન કી

ઈતની બાર અપના કહીં બદલતે હો

કીંમત તો પતા હી નહીં જુબાન કી

અગર આત્મા હોતી તુમ મેં તો પૂછતા

ક્યા કભી ઉસે ટટોલા થા

વૈસે એક સવાલ જરૂર હૈ

આખિરી બાર તુમને સચ કબ બોલા થા?”

આ પોસ્ટના માધ્યમથી શૈલેશ લોઢાએ ઇશારામાં જ ઘણું કહ્યું છે. જોકે, એક્ટર કોઈનું નામ લેતા નથી. પણ હાલના સમયને ધ્યાનમાં રાખતા યુઝર્સનું માનવું એમ છે કે આ કટાક્ષ ક્યાંકને ક્યાંક તારક મહેતા કા ઉલટા ચશ્માં શોનાં પ્રોડ્યુસર અસિત મોદી પર જ કરવામાં આવ્યો છે. શૈલેશે પોસ્ટ સાથે પોતાનો હસતો ફોટો પણ શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે – આજના માણસ પર એક ફ્રેશ વ્યંગ્ય કવિતા. શૈલેશ અને અસિત મોદી વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યો છે. જોકે, શૈલેશે તારક મહેતા શો શા માટે છોડ્યો, તે કારણ હજુ સામે આવ્યું નથી. હાલમાં તો મેકર્સે સચિન શ્રોફને તારક મહેતા તરીકે રિપ્લેસ કર્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *