આટલા આલીશાન રીતે થયા શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્ન ! આ કલાકરો તથા આ નેતાઓએ આપી હાજરી…જુઓ લગ્નની ખાસ તસવીરો
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ફિલ્મ જગત તથા રાજકારણ સાથે જોડાયેલ અનેક વ્યક્તિઓ અથવા તો તેઓના સંતાનોના લગ્ન થઇ રહયા છે, એવામાં હાલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલાના પૌત્ર નીલરાજ સિંહના લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં ભાજપ કોંગ્રેસના અનેક મોટા નેતાઓ હાજર રહયા હતા.
આ લગ્નમમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી, નીલરાજ સિંહના લગ્ન ખુબ જ ધૂમધામથી કરવામાં આવ્યા હતા. નીલરાજ સિંહના લગ્ન ગાંધીનગરમાં થયા હતા જે બાદ આલીશાન રિસેપશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મોટા મોટા નેતાઓએ પોતાની હાજરી આપી હતી.
તમને જણાવી દઈએ કે નીલરાજ સિંહ મહેન્દ્ર સિંહના પુત્ર છે. આ લગ્નમાં ભાજપ તથા કોંગ્રેસના તમામ નેતાઓનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ આ નેતાઓએ નીલરાજ સિંહને લગ્નની શુભેછા પાઠવીને ગિફ્ટ પણ આપ્યા હતા. એહવાલ અનુસાર સામે આવ્યું છે કે શંકરસિંહની હવેલીના બંધરૂમમાં એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
નીલરાજના લગ્ન 12 માર્ચને રોજ સંપન્ન થયા હતા જેમાં શંકરસિંહ વાઘેલાએ પોતાનો અનેરો અવતાર બતાવ્યો હતો, હાલ આ લગ્નની અનેક એવી અનોખી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં માયાભાઇ આહીર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેવા લોકો સાથે જોવા મલ્યા હતા.
મિત્રો આમ તો તમે જાણ જ હશો કે શંકરસિંહ વાઘેલા વિશે તેમ છતાં તમને જણાવી દઈએ કે બાપુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સક્રિય સભ્ય હતા જે બાદ તેઓ જનસંઘને તે બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.ભાજપના વિકસશેત્રે શંકરસિંહ વાઘેલા મહત્વની ભૂમિકા ધરાવે છે.હાલ તેઓના પૌત્રના લગ્ન તથા રિસેપશનની અનેક એવી તસવીરો વાયરલ થઇ રહી છે.