ખુબજ નાની ઉમરે મોટી મોટી સફળતા મેળવનાર શીતલ ઠાકોર જે ગુજરાતના આ ગામની વતનીઓ છે…જાણો તેમના વિશે

આજના સમય માં ગુજરાતીઓ નો બોલબાલો થતો જોવા મળી રહ્યો છે ગુજરાતી ક્યા નથી જોવા મળતો દેશનો PM તો કે ગુજરાતી, એશિયાનો સોંથી વધુ  પૈસાદાર વ્યક્તિ તો કે ગુજરાતી, આમ જોઈએ તો ગુજરાતીઓની વાતજ અલગ હોઈ છે. તેમજ તેમની સંસ્કૃતિ અને ગુજરાતના લોક કલાકારો દેશ અને વિદેશની અંદર પણ પોતાની આગવી છાપ ઉભી કરી રહ્યા છે. ગુજરાતની અંદર ઘણા બધા લોકો કલાકારો અને ડાયરાના કલાકારો છે જેઓ નાની ઉમરમા જ ખુબ મોટું નામ હાંસિલ કર્યું છે. તેવાજ એક નાની ઉમરમાં પોતાની લોકગાયિકા થી પ્રસિદ્ધ બનેલા એવા શીતલબેન ઠાકોર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ.

શીતલનો જન્મ અને ઉછેર એક મધ્યમ-વર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો. તેણીનો જન્મ 21 ફેબ્રુઆરી 1997 ના રોજ થયો હતો. તેણીનું જન્મ સ્થળ ભાટસર ગામ, પાટણ જિલ્લો, ગુજરાત રાજ્ય, ભારત છે. તેમના પરિવાર વિષે વાત કરીએ તો પિતાનું નામ વિક્રમભાઈ ઠાકોર અને ભાઈ અંકિત ઠાકોર તેમજ પરિવારના બધાજ લોકો શીતલબેન ઠાકોર ને ખુબજ પ્રેમ આપે છે અને સમગ્ર પરિવાર એકજ ઘરમાં સાથે મળીને રહે છે. આમ વાત કરીએ તો શીતલબેન ઠાકોરે ગાયેલા ગીત ગુજરાતમાં ખુબજ ફેમસ બન્યા છે અને લોકો પણ તે ગીતને ખુબજ પસંદ કરી રહ્યા છે.

શીતલબેન ઠાકોર કે જેને નાની ઉમરમાજ પોતાના સુનેરા અવાજને કારણે ઘણી બધી લોકચાહના મેળવી લીધી હતી. લોકો તેમના નવા ગીતો ની ખુબજ આતુરતાથી રાહ જોતા હોઈ છે. ૨૦૧૭ ની અંદર શીતલબેન ઠાકોરે તેમનો પહેલો આલ્બમ ‘ઠાકોર કુળની દીકરી’ રજુ કર્યો હતો અને તે આલ્બમ લોકો ને પણ ખુબજ પસંદ આવ્યો હતો. ત્યારબાદ શીતલબેન ઠાકોરે ખુબજ મોટું નામ કમાઈ લીધું છે. આમ ગુજરાતની અંદર અવાર નવાર શીતલબેન ઠાકોરનો પોગ્રામ થતો હોઈ છે અને તેમના ચાહકો ખુબજ મોટી સંખ્યામાં આ પોગ્રામ જોવા માટે આવતા હોઈ છે.

શીતલ ઠાકોર નો પ્રોગ્રામ બીજા કલાકારોની સાથે પણ ઘણી વખત જોવા મળે છે. જ્યારે જ્યારે શીતલબેન ઠાકોર સ્ટેજ ઉપર આવે છે ત્યારે ચાહકો ખૂબ જ પ્રેમ અને ભાવથી સ્વાગત કરતા હોય છે. શીતલબેન ઠાકોર હર હંમેશ દરેક કલાકારોને માન અને સન્માન આપે છે તેમજ તેઓને પણ લોકો દ્વારા ખૂબ જ માન સન્માન મળે છે. આમ શીતલબેન ની આ સફળતા પાછળ ખુબજ સંઘર્ષ અને મહેનત રહેલી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.