ધૃજાવી દે તેવો બનાવ ! ડીલીવરી સમયે માતા અને બાળક બન્ને નુ મોત થયુ જ્યારે પરિવારે આ કારણે બેન્ડ વાજા સાથે વિદાઈ આપી સમાજ મા દાખલો બેસાડ્યો…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક અકસ્માત સામે આવી રહ્યો છે. આ ઘટનામાં જૂનાગઢમાઁ ડિલેવરી સમયે માતાને એટેક આવ્યો, સીઝેરીયનથી દિકરીનો જન્મ: કમનસીબે બન્નેના મોત, જે પછી પુત્રવધુનું અવસાન થતા પરિવારે તેના બન્ને ચક્ષુનું દાન કર્યું છે.

વાત કરીએ તો આ ઘટના જૂનાગઢ માંથી સામી આવી રહી છે. ઘટનામાં મૃત્યુ પામેલ માઁ અને જન્મેલા બાળકને ખોવાનો દુઃખ પરિવારમાઁ ખુબજ જોવા મળી રહ્યો છે. તેવામાં પરિવારે એક ખુબજ સારુ ઉદાહરણ આપ્યું છે મોનિકાની આંખનું દાન કરીને અન્ય લોકોને દ્રષ્ટિ મળે તે માટે પહેલા કરી. પરિવારે મોનિકાબેનની આંખનું ચક્ષુદાન કર્યુ. તેમજ બાદમાં જૂનાગઢના પંજૂરી આઇ કલકેશન સેન્ટર દ્વારા 114મું ચક્ષુદાન ડો. સુરેશભાઇ ઉંજીયા અને એડવોકેટ ગિરીશભાઇ મશરૂ દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું. મોનિકાબેનના ચક્ષુ સકીલભાઇ હાલેપોત્રા દ્વારા રાજકોટ મેડીકલ કોલેજ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.

વાત કરીએ તો ડિલિવરીના સમયે અચાનક હૃદય બેસી જતા 29 વર્ષિય મોનિકાબેનનુ અવસાન થયું. પરિવાર પર પહેલો વ્રજઘાત પડ્યો હતો. પરંતુ દુખ વચ્ચે અચાનક ઓપરેશન રૂમમાંથી ડોક્ટરે બહાર આવીને કહ્યું કે, બાળક જીવિત છે, સિઝેરીયન કરીને બચાવી લેવું છે. ત્યારે પરિવારમાં દુખ વચ્ચે પણ એક આશા જીવંત છે તેવુ લાગ્યું. તેમણે તરત હા પાડી હતી. આમ મોનિકાબેને જતા જતા એક ફુલ જેવી દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ જોતજોતામાં ફૂલ જેવી દીકરીનું પણ અવસાન થયું. જે બાળકીએ હજી દુનિયામાં આવીને આંખ પણ ખોલી ન હતી, તેનુ પણ મોત નિપજ્યું.

ચક્ષુદાનને પરિણામે હવે 2 વ્યક્તિને આંખોની રોશની મળતા તેમનો અંધાપો દૂર થશે. ચક્ષુદાન કર્યા બાદમાં સોલંકી પરિવારે માતા અને પુત્રીને અંતિમ વિદાય આપી હતી. તેમજ વાત કરીએ તો પરિવારે બંનેને આખો સમાજ યાદ રાખે તેવી વિદાય આપી. તેમની અંતિમ યાત્રા બેન્ડબાજા સાથે કાઢવામાં આવી. જેમાં હજારોની સંખ્યામા સ્વજનો જોડાયા હતા. પરિવારને સ્વ.મોનિકા પાછળ હજુ કંઈક કરવાની ઈચ્છા હતી, તેથી તેમના બેસણાંમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.