વલસાડની એક કોલેજમાં બની ધૃજાવી દેતી ઘટના, વધુ એક વિદ્યાર્થીનું આ કારણે થયું દુઃખદ મોત ! સમગ્ર મામલો CCTVમાં કેદ..જુઓ
આ દુનિયામાં ક્યા વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત કાળ બીને આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું થતું હોઈ છે. તેવામાં હાલ વધુ એક ખુબજ ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં કોલેજમાં અભ્યાસ કરતા યુવકનું એવી રીતે મોત થયું કે ઘટના જાણી તમે પણ ધ્રુજી ઉઠશો. તેમજ આ ઘટનાનો એક CCTV વિડિઓ પણ સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે આ ઘટના અંગે જણાવીએ.
આ ઘટના વલસાડ શહેર માંથી સામે આવી રહી છે તમને જણાવીએ તો રાજકોટની ઘટના હજુ શાંત પડી નથી ત્યાં ચાલુ કલાસે વધુ એક વિદ્યાર્થીને મોત આંબી ગયું. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ દિનેશ પટેલ કે જે તેની જે.પી. શ્રોફ આર્ટસ કોલેજના બીએનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. થયું એવું કે વિદ્યાર્થી કોલેજ કેમ્પસમાં જઇ રહ્યો હતો તે દરમિયાન જ તે ઢળી પડ્યો હતો. જે બાદ તેને તરત જ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં તેને તબીબોએ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકથી થયું છે. આ આખી ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જે સોશિયલ મીડિયામાં ઘણાં જ વાયરલ થઇ રહ્યા છે.વિદ્યાર્થીના મોતની આ ઘટના બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. આમ જે બાદ અંગે હાલ વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે.
હાલ પોલીસ મૃતકનાં મિત્રો, પિરવારજનો અને કોલેજનાં વહીવટીતંત્રની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસ તેના મોબાઇલની પણ તપાસ કરી શકે છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવારમાં આઘાતનો માહોલ છવાઇ ગયો છે. પરિવારજો પોતાનો વ્હાલસોયો ખોઇ બેઠા છે. ત્યારે આ આખી ઘટના વાયુવેગે આખા રાજ્યમાં પ્રસરી રહી છે.
વલસાડ: કોલેજ કેમ્પસમાં ચાલતાં ચાલતાં જ વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક, ઢળી પડતાં થયું મોત pic.twitter.com/vCXBABDYZi
— News18Gujarati (@News18Guj) January 18, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો