સુરત ની ધૃજાવી દે તેવી ઘટના ! માસુમ બાળકીને માતા એ બિલ્ડીંગ પર થી નીચે ફેકી મોત ને ઘાટ ઉતારી…જુઓ વિડીઓ

મિત્રો આ દુનિયામાં આજના સમયમાં અમુક લોકો ખુબજ નિર્દયી એટલે કે દયા વગરના અને ખુબજ ક્રૂર જોવા મળતા હોઈ છે. અને તે લોકોના કાર્ય જોઈ ઘણી વખત બિજા લોકોની આંખો ફાટીને ચાર થઇ જતી હોઈ છે. તેવીજ રીતે હાલ એક ધ્રુજાવી દેતી ઘટના સામે આવી રહી છે જેમાં એક નવજાત બાળકીને તેની સગીર માતાએ જન્મતાની સાથેજ બિલ્ડીંગ માંથી નીચે ફેંકી દે છે. પરિણામે બાળકીનું સારવાર દરમિયાન હોસ્પિટલ માંજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવી રહયા છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

આ અરેરાટીપૂર્ણ ઘટના સુરત શહેર માંથી સામી આવી રહી છે જ્યાં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મગદલ્લા ખાતે આવેલા પાદર સ્ટ્રીટ મેઇન રોડ પર પંચકુટીર સ્ટ્રીટમાં સોમવારે વહેલી સવારે સાડા છ વાગ્યાના સમયગાળા દરમિયાન પોલીસને નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી છે. કોઈ નવજાત બાળકીનો મૃતદેહ અહીં ફેંકી નહોતું ગયું પરંતુ આસપાસની બિલ્ડિંગમાંથી કોઈકે નીચે ફેંક્યું હતું. સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ માહિતી બહાર આવી છે.

આમ આ ઘટના બાદ ખેડૂત બીપીનભાઈની ફરિયાદ આધારે બાળકીને ફેંકી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.આ હચમચાવી દેતી ઘટનામાં પોલીસે એક સગીરાની પકડમાં લીધી છે જે બાદ તેની પૂછપરછમાં સામે આવ્યું કે સગીરાએ પોતે નવજાત બાળકીને બિલ્ડિંગ પરથી ફેંકી હોવાની કબૂલાત કરી હતી. રાત્રિના સમયે નવજાત બાળકીની હત્યા કરી હતી, ત્યાર બાદ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધી હતી.

તેમજ આ સાથે સગીરાએ એવો ખુલાસો પણ કર્યો હતો કે પ્રેમી સાથેના અનૈતિક સંબંધના લીધે બાળકીનો જન્મ થયો હતો. સગીરા અને તેના પ્રેમી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. લોકો આજના સમયમાં આવી ભૂલો કરી બેઠતા હોઈ છે જેનું પરિણામ બીજા કોક ને ભોગવવું પડતું હોઈ છે. તેવીજ રીતિ આ બાળકી સાથે થયું છે. આ ધ્રુજાવી દેતી ઘટનાના CCTV ફૂટેજ જોઈ તમારી પણ આંખો ફાટીને ચાર થઇ જશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *