ટીવી જગત મા સન્નાટો ! તારક મહેતા ના આ કલાકારે 40 વર્ષની ઉંમરે દુનીયા ને અલવિદા કહી દીધુ..મૃત્યુ પહેલા મિત્ર ને મેસજ કર્યો કે

હાલ ના સમય મા ટીવી જગત નો સમય ખુબ જ દુખદ ચાલી રહ્યો છે છેલ્લા બે વર્ષ મા ઘણા કલાકરો એ દુનીયાને અલવિદા કહી દીધુ છે જ્યારે તાજેતર મા જ ટીવી સિરિયલ ની અભિનેત્રી તુનિષા એ આપઘાત કરી જીવન ટુકાવી લીધુ હતુ જયારે ટીવી જગત માટે ફરી એક વાર દુખદ સમાચાર મળી રહ્યા છે જેમા તારક મહેતા સિરીયલ ના એક્ટર નુ માત્ર 40 વર્ષ એ મોત થઈ ગયુ છે.

તારક મહેતાના મશહૂર મરાઠી એક્ટર અને ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળેલા હિન્દી અને મરાઠી અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું છે. 40 વર્ષની ઉંમરે સુનીલે દુનિયાને અલવિદા કહી દીધું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીલ લાંબા સમયથી લિવર સોરાયસિસની બિમારીથી પીડિત હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી, આખરે અભિનેતાએ 13 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા.

દિવંગત અભિનેતા સુનીલ હોલકર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, મેડમ સર, મોર્યા, શ્રી યોગી જેવા ટીવી શોનો ભાગ હતા. આ સિવાય સુનીલે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ગોશ્ત એક પૈથનીચીમાં કામ કર્યું હતું. તેઓ અશોક હાંડેની ચૌરાંગ નાટ્ય સંસ્થા સાથે ઘણા વર્ષો સુધી જોડાયેલા હતા. સુનિલે તેમના જીવનના લગભગ 12 વર્ષ થિયેટર શો પણ ખરેલા હતા.

પહેલાથી જ મૃત્યુની અનુભૂતિ કરી હતી હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સુનિલને તેના મૃત્યુની પહેલા જ ખબર પડી ગઈ હતી. તેણે પહેલા જ એક મિત્રને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે આ તેની છેલ્લી પોસ્ટ છે. તે દરેકને અલવિદા કહેવા માંગતા હતા , તેમજ સંદેશમાં લોકોના પ્રેમ બદલ આભાર માન્યો હતો.

સુનીલે પોતાની ભૂલો માટે માફી પણ માંગી હતી. સુનીલ પોતાની પાછળ માતા, પિતા, પત્ની અને બે બાળકો છોડી ગયો છે. તેમના મૃત્યુ બાદ પરિવારજનો રડતા-રડતા હાલતમાં છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *