ગાયક દેવાયત ખવડ ની મુશ્કેલીઓ મા વધારો ! આ કલમો હેઠળ ગુનો નોંધાયા ભુગર્ભ….
મિત્રો હાલમાંજ તમે જાણો છો કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના મિત્રો એક યુવકને માર મારતા નજર પણ સામી આવી રહ્યા છે તેવું ફરિયાદી યુવકનું કહેવું છે તેમજ આ ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવી હતી. આમ આ ફરિયાદ અને વિડીઓના આધારે પોલીસે ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી. જેમાં હાલ એક મોટા સમાચાર આવી રહયા છે કે દેવાયત ખવડ અને તેના આરોપી મિત્રો પણ ઘણી કલમો હેઠળ ગુનો દાખલ થયો છે , જે બાદ ક્ષત્રિય સમાજની મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.
ન્વાયુઝ ૧૮ ના અહેવાલ મુજબ વાત કરીએ તો મારપીટીની આ ઘટના રાજકોટમાં બની હતી જ્યાં દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો. નંબર પ્લેટ વગરની કારમાંથી ઉતરીને બે લોકોએ મયુરસિંહ રાણાને ઢોર માર માર્યો હતો. ત્યારે બે દિવસ બાદ પણ આજે દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર છે. જોકે તેની તપાસ પોલીસ આગળ કરી રહી છે.
આ મારપીટની ઘટના બાદ આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પોલીસ કમિશનરની કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી. દેવાયત ખવડથી ઝડપથી ધરપકડ થાય તે માટે ક્ષત્રિય સમાજની મહિલાઓએ માગ સાથે આક્રોષ વ્યક્ત કર્યો હતો આ ઘટનાને પગલે હાલમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ન્યુઝ ૧૮ના અહેવાલ મુજબ દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 325, 506 (2), 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આમ આ મારપીટની CCTV ખુબજ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી. જે બાદ લોકોમાં દેવાયત ખવડ પ્રત્યે ગુસ્સો જોવા મળી રહ્યો છે તેમજ ક્ષત્રિય સમાજની મહિલાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે .
આમ આ સાથે તમને જણાવીઓએ તો પોલીસને આપેલી ફરિયાદમાં ઇજાગ્રસ્ત થયેલ મયુરસિંહ રાણાએ જણાવ્યું છે કે, ‘હુમલા પાછળનું કારણ આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી દેવાયત ખવડ સહિત બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો