રમતા રમતા લોખંડ નો પાઈપ 11 કેવી વિજ લાઇન ને અડી જતા બહેન ભડકો થય ગય જ્યારે ભાઈ…. ઘટના જાણી આંખ મા આંસુ આવી જશે
મૃત્યુ ક્યારે અને કેવી રીતે આભમાંથી આવી પડે તે કોઈ જાણી શકતું નથી. લોકો નાં મોત અચાનકજ થતા હોઈ છે જેની પાછળ બેદરકારી અને ધ્યાનના અભાવનું કારણ હોઈ છે. તેવીજ રીતે બે બાળકો રમતા હતા ત્યારે તેઓને વીજ કરંત લાગતા તેમાંથી એક નું મોત થયું અને બીજો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આવો તમને પૂરી ઘટના વિષે રૂબરૂ કરાવ્યે.
આ ઘટના વાંકાનેરના વાલાસણ ગામ નજીક આવેલી વાડીમાં બની હતી અને આદિવાસી પરિવારના બાળકો રમી રહ્યા હતા ત્યારે બાળકો દ્વારા જયારે ભૂલ ભૂલ માં લોખંડનો પાઈપ ઉચો કરી દેતા ઉપર રહેલ ૧૧ કેવી વીજલાઈનને અડી ગયો હતો અને વીજ કરંટ પસાર થતા બંને બાળક ભયંકર દાઝી ગયા હતા જેમાં બાળકીનું ગભીર ઇઝા થતા તેનું મોત થયું જ્યારે બાળક ને વાંકાનેરબાદ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
તેમજ આ ઘટના ના અંગે વધુ માં એ જાણવા મળ્યું કે વાંકાનેર તાલુકા વાલાસણ ગામે રહેતા યુનુશભાઈ જીવાભાઈ ભેરણીયાની વાડીએ ખેત મજુરી કરતા શ્યારામચંદ્ર ખરાડીના પુત્ર વિશાલ (ઉ.વ ૮) અને પુત્રી પાયલ ( ઉ.વ.૧૦) વાડીની ઓરડી ઉપર રમતા હતા ત્યારે તેઓના હાથમાં લોખંડનો પાઈપ આવી જતા તે પાઈપ ઉચો કર્યો અને ઉપર રહેલ ૧૧ કેવી ની વીજ લાઈનમાં તે અડી ગયો પછી બંને બાળકોને ગંભીર કરંટ લાગ્યો હતો. માતા પિતા ને ખબર પડતા તેઓ તાબડતોડ તેમના છોકરાઓ ને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.
ત્યાંરે ગંભીર રીતે દાઝી ગયેલી પાયલ નું મોત નીપજ્યું હતું અને વિશાલને રાજકોટની હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો. અત્યંત આઘાત પમાડે તેવી ઘટનાથી નાનું એવું વાલાસણ ગામ હતપ્રભ બની ગયું છે. તેમજ માતા પિતા રાજકોટ વિશાલ સાથે હોઈ તેવું જાણવા મળતા પાયલની અંતિમ વીધી કોણ કરે તેઓ પ્રશ્ન ઉભો થયો હતો ત્યાર બાદ વાંકાનેર ગામના એકતા ગ્રુપના કાર્યકરો પરિવારની પડખે આવ્યા હતા અને પાયલને અંતિમ વિદાઈ આપી હતી.