તો શુ કમો હવે ચુંટણી લડશે ?? કમા ને આ બાબતે એવો જવાબ આપ્યો કે જાણી ને ચોંકી જશો..

આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કીર્તીદાન ગઢવીએ પણ કહેલું છે કે, આપણે ઈશ્વરનું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિઓનો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે.દોસ્તો વિવિધ ડાયરાઓમાં રાશ ધરાવતો આ કામો અને તેમાં ડાન્સ કરે છે આજે કમાને ઓળખાણની લગભગ જરૂર નહિ.દોસ્તો કોઠાડીયા ગામનો આશ્રમ છે જેનું નામ રામ રોટી જે ગૌશાળા છે. ત્યાં નાગર ભાઈ અને પ્રહલાદ ભાઈ જે ત્યાંની દેખરેખ રાખે છે અને તે સિવાય કમાની પણ શાળ સંભાળ રાખે છે નગરભાઈ અને પ્રહલાદભાઈ જે મેનેજ કરે છે

કમાના જીવન વિશે જાણવા માટે ઘણા બ્લોગર અને ઘણા યુટ્યુબર કમાના ઘરે જાય છે અને તેનું ખાસ ઇન્ટરવ્યૂ પણ કરતા હોય છે. ત્યારે હાલમાં જ ન્યુઝ મીડિયા ગુજરાત તકની ટીમ પણ કમાના ઘરે ગઈ હતી અને કમા તેમજ તેના માતા પિતા સાથે પણ કેટલીક વાતો કરવામાં આવી હતી જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આમ વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે ગુજરાત તકના રિપોર્ટરે સૌ પ્રથમ કમાના માતાજી સાથે વાત કરી હતી, તેમને કમાના માતાજીને પૂછ્યું કે કિર્તીદાને કમાનો હાથ ઝાલ્યો પછી તેના જીવનમાં કેવો બદલાવ આવ્યો, જેના જવાબમાં કમાના માતાજીએ કહ્યું કે, “કિર્તીદાને હાથ ઝાલ્યા પછી કમાને વધારે લોકો ઓળખવા લાગ્યા.” વધુમાં તેમને પૂછ્યું કે હવે પહેલા કરતા જીવન કેવું છે ત્યારે કમાની મમ્મીએ કહ્યું કે હવે પહેલા કરતા જીવન વધારે સારું છે.

આમ આ સાથે રિપોર્ટરે કમાના પિતા સાથે પણ વાત કરી હતી અને તેમને સવાલ કરતા પહેલાની આર્થિક સ્થિતિ અને હાલની આર્થિક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં કમાના પિતાએ જણાવ્યું કે હવે પહેલા કરતા આર્થિક સ્થિતિ વધુ સારી છે અને હવે ઘણો ફેર પડી ગયો છે, કિર્તીદાને હાથ ઝાલ્યો પછી તેનું મગજ પણ કામ કરવા લાગ્યું. જેના માટે કીર્તિભાઇનો અમે આભાર માનીએ છીએ. આમ જેના બાદ રિપોર્ટરે કમા સાથે પણ વાત કરી હતી અને કમાને પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંદાજમાં ભારત માતા કી જય બોલાવી હતી જેના બાદ કમાને લગ્ન કરવાની ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું હતું. જેનો જવાબ આપતા કમાએ ના પાડી હતી. આ ઉપરાંત રિપોર્ટરે કમા પાસે મોદીની થોડી એક્ટિંગ પણ કરાવી હતી.

કમાને રિપોર્ટરે એમ પણ પૂછ્યું કે મુખ્યમંત્રીને મળ્યા તો તે કેવા હતા, જેના જવાબમાં કમાએ તે સારા હતા એમ જણાવ્યું. રિપોર્ટરે કમાને ચૂંટણી લડવા વિશે પણ પૂછ્યું હતું, ત્યારે કમાએ ચૂંટણી લડીશ એમ પણ જણાવ્યું હતું. જયારે રિપોર્ટરે કમાને પૂછ્યું કે ક્યાંથી લડશે તો તેને જણાવ્યું કે તે કોઠારીયાથી ચૂંટણી લડશે. આ ઉપરાંત કમાએ એમ પણ જણાવ્યું હતું કે તેને ઘરે ગમતું નથી અને ડાયરામાં જવું ગમે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *