સુરતના કાપડ વેપારીના પુત્ર એ આપઘાત કરી લીધો ! કારણ માત્ર એટલુ કે જાણી ને આંચકો લાગશે…
ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પુત્ર એ પોતાની રૂમમાં ફાસો ખાઈ જીવનનો અંત લાવ્યો હતો.વેપારી નો પુત્ર લાન્સર આર્મી સ્કુલમાં CBSC ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો હતો. આગામી ૨૫ મી એ રીઝલ્ટ આવવાનું હોવાથી નાપાસ થવાના દરે આપઘાત કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ભટાર ક્રિષ્ના કોમ્પલેક્ષ ખાતે રહેતા મુકેશભાઈ ઓરડિયા સુરત ટેક્સટાઈલ માર્કેટ માં કાપડનો વેપાર કરે છે. તેમનો પુત્ર મનન ( ઉમર ૧૮ વર્ષ )લાનસર આર્મી સ્કુલમાં ધોરણ ૧૨ કોમર્સ માં અભ્યાસ કરતો હતો ,બુધવારે રાત્રે મનને પોતાના રૂમમાં ફાસો ખાઈ લીધો હતો. મનને રૂમમાં ફાસો ખાધો હોવાની જાણ થતા પરિવાર તેને તાત્કાલીક ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા.
જ્યાં ટુકી સારવાર બાદ તેનું મોત થયું હતું. બનાવની ઘટના ની જાણ થતા જ ખટોદરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરુ કરી હતી.પરિક્ષા માં નાપાસ થવાના ડર થી મનને આ આપઘાતનું પગલું ભર્યુ હોવાની શક્યતા વ્યક્ત થઇ હતી.બનાવ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
મુકેશભાઈ એ અન્ય એક નાનો પુત્ર છે તે પણ લાન્સર આર્મી સ્કુલમાં અભ્યાસ કરે છે.મનન ઓરડિયા અગાવ ધોરણ ૯માં નાપાસ થયો હતો . ત્યાર બાદ ધોરણ ૧૦માં તેણે ૭૨ % આવ્યા હતા અને ધોરણ ૧૧માં ૫૫ % જ આવ્યા હતા .હાલમાં જ તેણે ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હતી અને આગામી ૨૫ જુનના રોજ તેનું પરિણામ આવવાનું હતું.જેથી પરીક્ષામાં નાપાસ થશે તેવો તેણે ડર હતો તેથી તેણે આવું આપઘાતનું પગલું ભર્યુ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.