સુરતના હિરાના વેપારી સવજીભાઈ ધોળકિયાના પુત્રને કંઈ વસ્તુનો છે અનહદ શોખ…
સુરત એટલે હિરાનગરી અને એમાંય હિરાના વેપારીઓનો કારોબાર ફકત સુરત પુરતો સીમિત ન રહેતાં વિશ્વભર માં પથરાયેલો છે. સુરતમાં લાખો લોકો ફકત હિરા પર જ નભે છે અને હિરા દ્વારા જ તેમને રોજગારી મળે છે.આપણે સુરતના જ એવા હિરાના વેપારી તથા પુત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે સુરતના દરેક હિરાના કારખાના માં નોકરી કરતો માણસ એવું ઇચ્છે છે કે આપણા બોસ સવજીભાઈ ધોળકિયા હોય તો ખુબજ સારું.
સવજીભાઈ પોતાને ત્યાં કામ કરતા દરેક માણસનું પુરતું ધ્યાન રાખે છે. સવજીભાઈ ની ફેકટરી / કંપનીનું નામ છે, હરેકૃષ્ણ પ્રા. લીમી. કંપની અને સવજીભાઈ આ કંપનીના ચેરમેન છે.હાલમાં જ દિવાળીમાં તેમણે બોનસમાં પોતાના કર્મચારીઓ ને ૬૦૦ કાર ભેટ કરી હતી. ત્યારે આપણ ને એવો વિચાર આવે કે જે માણસ પોતાના કર્મચારીનું આટલું ધ્યાન રાખે છે તો તેના સંતાનોને તો કોઈ વાત ની ખોટ નહિ આવા દેતા હોય.સવજીભાઈ ના પુત્રનું નામ દ્રવ્ય ધોળકિયા છે.
દ્રવ્યએ અમેરિકામાં ન્યુયોર્કની પેસ યુનિવર્સિટીમાંથી MBA નો અભ્યાસ પુરો કર્યો છે અને અતિશય ધનિક પિતાનો પુત્ર હોવા છતાં દ્રવ્યએ BPO માં પણ નોકરી કરી હતી જે તેની પહેલી નોકરી હતી. દ્રવ્ય જૂતા પ્રેમી છે. તેને અલગ અલગ પ્રકારના જૂતાઓનો બહુજ શોખ છે. દ્રવ્યને સોશ્યલ મિડીયાનું ખાસ આકર્ષણ નથી અને ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબજ ઓછા એક્ટિવ છે.
View this post on Instagram