સોનુ સુદે ફરી એવુ કામ કર્યુ કે સૌના દિલ જીતી લીધા ! જાણો આ વખતે…
આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે બીજાની કોઈ પણ પરિસ્થતિ માં મદદ માટે હમેશા હાજર હોઈ છે તેવું કહેવાઈ છે કે જરૂરીયાતમંદ લોકોની મદદ કરવાવાળો પોતેજ એક ભગવાનનો રૂપ હોઈ છે. આમ ગુજરાતની વાત કરીએ તો નીતિનભાઈ જાની જે પોતાની દિલગીરી થી હમેશા ગરીબ લોકો અને નિસહાય લોકો નો આશરો બની જતા હોઈ છે તેમજ ગુજરાતની અંદર આવા ઘણા લોકો છે જે જરુરીયાતમંદ લોકો ની હમેશા સહાય કરતા હોઈ છે તેવીજ રીતે ભારતમાં પણ ઘણા લોકો પોતાની દરિયાદિલી દેખાડતા હોઈ છે તેવામાંથી એક ફેમસ સ્ટાર સોનું સુદ જે ગરીબ લોકોની સહાય અને જરૂરીયાત મંદ લોકો ની હમેશા મદદ કરતા હોઈ છે તેના કિસ્સાઓ તમે સાંભળીયાજ હશે.
બિહાર રાજ્યના પટણામાં જન્મેલા ૪ હાથ અને ૪ પગ ધરાવતી બાળકી માટે કોરોનાકાળ માં લોકપ્રિય બનેલા અભિનેતા સોનું સુદે સુરતની કિરણ હોસ્પિટલને બાળકની સર્જરી કરવા માટે ભલામણ કરી હતી. જેનું ઓપરેશન સફળતાપુર્વક થયાનું અભિનેતાએ તેના સોસીયલ મીડિયા એકાઉન્ટ પરથી જાહેર કર્યું છે અને ડોક્ટરની ટીમે જણાવ્યું કે 7 કલાકમાં સફળતાપૂર્વક ઓપરેશન કરતા થોડા સમયમાં બાળકી અન્ય બાળકોની જેમ સામાન્ય થઇ જશે.
આ બાળકીનું નામ ચહુંમુખી કુમારી ૨.૫ વર્ષની આ બાળકી બિહારનાં નવાદા જીલ્લાનાં વારસાલિંગજ પ્રખંડની સોર પંચાયતનાં હેમદા ગામની રહેવાસી છે તેને જન્મથીજ ૪ હાથ અને ૪ પગ હતા. સોસીયલ મીડિયા પર આ વાત વાયરલ થઇ ત્યારે સોનું સુદે પોતાની તરફથી બાળકનુ ઓપરેશન કરવાની જાહેરાત કરી હતી અને સુરતની કિરણ હોસ્પીટલમાં ભલામણ કરી હતી. લગભગ એક અઠવાડિયા પહેલાજ તેને હોસ્પિટલ શિફ્ટ કરી હતી. ડો.મિથૂન અને તેમની ટીમના પ્રયાસો બાદ ચહુંમુખી થોડા સમય બાદ સામાન્ય બાળકોની જેમ વાંચનલેખન સાથેજ રમી શકશે. આમ તેના માતા પિતા ખુબજ ખુશ હતા.
ઉલેખનીય છે કે ચહુંમુખીનો પરિવાર ૩૦મેં નાં રોજ મુબઈ પહોચીને સોનું સુદે ચહુંમુખીનો પરિવાર ૩૦ મેં નાં રોજ મુબઈ પહોચીને સોનું સુદને મળ્યો હતો. ત્યારબાદ સોનું સુદે તેમને સુરત ની હોસ્પિટલ મોકલ્યા ત્યાં તેમની દીકરીનું ચેકઅપ થયું અને અભિનેતાએ તેજ સર્જરીનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો.