સાઉથ નાં સુપરસ્ટાર થલાપતી વિજય ઓટોગ્રાફ લેવા આવેલ યુવતીના પ્રેમમાં પડ્યા…જાણો તેમની પ્રેમ કહાની

સાઉથ સુપરસ્ટાર થલાપતી વિજય ફિલ્મ જગત ના એક જાણીતા અભિનેતા છે. જેમની ફેન ફોલોવિંગ જબરદસ્ત છે. તેમનું સાચું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તો પણ તેમણે થલાપતી વિજય ના નામ થીજ ઓળખવામાં આવે છે. તમને જણાવીએ કે થલાપતી વિજય એ ઘણા હીટ ફિલ્મો કરેલા છે. અને એક થી વધીને એક ફિલ્મ બનાવી છે. અને તેઓ ડ્રામા, રોમેન્સ અને એક્શન માટે મશહુર છે.

વેલ, વિજયના પિતા સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ પ્રોડ્યુસર રહી ચૂક્યા છે. વિજયે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ પછી, તેણે વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નલાયા થીરપુ’માં પ્રથમ વખત કામ કર્યું. આ ફિલ્મમાં કામ કરતી વખતે વિજય માત્ર 18 વર્ષનો હતો. આ પછી તેણે સાઉથ સિનેમાની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું જેમાં ‘થામીજન’, ‘થિરુપાચી’, ‘પોક્કીરી’, ‘વિલ્લુ’, ‘કવલન’, ‘થુપાક્કી’, ‘દેવા’, ‘સેલ્વા’, ‘નેરુક્કુ નેર’, ઘણી ‘પ્રિયામુદન’, ‘ફ્રેન્ડ્સ’ જેવી ફિલ્મો સામેલ છે.

તેમજ ૧૯૯૬ માં વિજય ની રીલીઝ થયેલ ફિલ્મ ‘Poove Unakkaga’ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મે દેશમાં જ નહીં વિદેશમાં પણ ધૂમ મચાવી હતી. આ ફિલ્મ પછી વિજય ચેન્નાઈમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક છોકરી તેની પાસે આવી અને તેણે અભિનેતા પાસેથી ઓટોગ્રાફ માંગ્યો અને તેને ફિલ્મની સફળતા માટે અભિનંદન પણ આપ્યા.

એએ પછી બન્નેની વચ્ચે વાત ચિત શરુ થય અને બંને ઘણી કલાકો સુધી વાતો કરી. અને તે સમયેજ વિજય થલાપતી સંગીતા ને પસંદ કરવા લગ્યા અને તેમણે તેજ દિવસે સંગીતા ને તેના ઘરે ડીનર માટે બોલાવ્યા હતા. તે સાંભળી સંગીતા ખુબજ હેરાન થય ગય. અને પછી વિજયનાં ઘરે ડીનર માટે આવી. પછી વિજયે સંગીતા ને તેમના માતા પિતા ને મલાવ્યા. દરમિયાન, વિજયના માતા-પિતા સમજી ગયા કે આ તે છોકરી છે જેની સાથે વિજય લગ્ન કરવા માંગે છે અને તેઓએ તે જ દિવસે સંગીતાને પૂછ્યું, “શું તું મારા પુત્ર સાથે લગ્ન કરવા તૈયાર છે” આ સાંભળીને સંગીતાએ હા પાડી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.