બોલો લ્યો! ચોરે ચોરી કરીને કાગળ પર એવી વાત લખી કે તમે પણ ચોંકી જશો…લખ્યું કે ચોરોથી
ઉમરેઠ તાલુકાના મોઢવાળા તુળજા માતાના મંદિર પાસે 48 વર્ષીય પ્રશાંતકુમાર નિરંજનભાઈ ભટ્ટનું મકાન આવેલું છે. હાલ તે ઘર માં કોઈ ના રહેતું હોવાથી ઘર બંધ છે. તેઓ છેલ્લાં ઘણા વર્ષથી વિદ્યાનગર ખાતે રહે છે. હાલ માં તહેવારો ની સીઝન હોવાથી તેઓ પરિવાર સહીત ઉમરેઠ ગમે આવ્યા હતા.આ દરમિયાન સંબંધીઓના ઘરે રોકાયા બાદ સાંજના સમયે તેઓ પોતાના ઘરે ગયા હતા. એ સમયે ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળતાં જ તેને આશ્ચર્ય થયું હતું. તેમણે તપાસ કરતાં ઘરમાં તેમના માતા-પિતાના સમયના તાંબા-પિત્તળ અને ચાંદીના વાસણો તથા ચાંદીની મૂર્તિઓ ચોરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું.
આ કિસ્સો સાંભળવામાં નોર્મલ લાગી રહ્યો હશે પરંતુ જયારે અંદર વધુ તાપસ કરી તો ચોરો એ એક કાગળ માં ” ચોરો થી સાવધાન ” આવું લખી નીચે સહી પણ કરી હતી. જેથી બધા લોકો ને ખુબજ આશ્ચર્ય થયું હતું વળી, પોલીસ ને પણ આ વાત ની જાણ થતા તે પણ આશ્ચર્ય માં મુકાયા હતા.પહેલાં ચોરોએ નાના અક્ષરમાં ચોરોથી સાવધાન લખ્યું હતું. પરંતુ એ પછી તેના પર ચેકો મારીને પછી મોટા અક્ષરે લખ્યું હતું. એ પછી સહી એમ લખીને તેની નીચે અંગ્રેજીમાં ‘એસ’ કે ‘આઠ’ પાડ્યો છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર બનાવ સંદર્ભે રૂપિયા 13 હજારની ચોરીની ફરિયાદ નોંધીને ચિઠ્ઠી કબજે લઈને તેના અક્ષરોના આધારે તપાસ હાથ ધરી છે.
જોકે તસ્કરો દ્વારા કુલ ત્રણ મકાનમાં ચોરી થઈ હતી. જે પૈકી એક મકાન એનઆરઆઈનું હતું. જ્યારે બીજું એક મકાન સરકારી નોકરી કરતા શખ્શ હતું. જોકે, તેઓ દ્વારા હાલ કોઈ ફરિયાદની કાર્યવાહી હાથ ન ધરાતાં કેટલી મત્તાની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી. પરંતુ તેમના ઘરમાં છત પર લગાવેલા પતરાં ચોરી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.ચોરી કર્યા બાદ ચોરથી સાવધાન એવી ચિઠ્ઠી લખી હોઈ સમગ્ર બાબત હાલમાં ઉમરેઠ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સમગ્ર ઘટનામાં ફઘટના સ્થળ ની આજુ બાજુ નાજ કેટલાંક યુવકો જ શામેલ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.