ભુજ થી સ્પેશિયલ મહેસાણા આવી વાળનું દાન કર્યું ! જાણો આ મહિલાની દરિયાદિલી જેને તેના પિતાની…

અત્યાર સુધી તમે ઘણા લોકો જોયા હશે જે જરૂરીયાતમંદ લોકોને હંમેશા સહારો આપતા હોઈ છે અને વૃદ્ધ લોકોના આશીર્વાદ મેળવતા હોઈ છે. પરંતુ તમે ભાગ્યેજ કોઈને વાળનું દાન કરતા જોયા હશે જે પણ પુરુષ હશે પણ અહ્યા તો એક મહિલા પોતે એક કેન્સરથી પીડિત દર્દીને પોતાના વાળ દાન કરે છે અને તે જોઈ લોકો ખુબજ ચોકી ગયા હતા. તેમજ બધા જનેજ છે કે મહિલાઓ માટે લાંબા વાળ સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. વાળ વધારવા માટે યુવતીઓ શેમ્પુ, કન્ડીશનર અને સાબુ પાછળ કેટલા રૂપિયા ખર્ચી નાખે છે

જોકે ઘણી યુવતીઓ એવી હોઈ છે કે બીજા લોકોની મદદ કરવા માટે પોતાના વાળનું દાન કરી દે છે ત્યારે કચ્છ ની એક પરણીતાએ પિતાની પ્રથમ પુણ્યતિથી પર કેન્સર પીડિત મહિલા માટે મહેસાણાનાં વિસનગર ખાતે આવી પોતાના વાળનું દાન કરી એક અનોખી શ્રેધાંજલિ અર્પણ કરી હતી. જે જોઈ લોકો તેના ખુબજ વખાણ કરતા હતા તેમજ પરિવારમાં પણ તેના ખુબ વખાણ થતા હતા.

મહેસાણા આવીને પોતાના વાળનું દાન કરનાર માનસી પટેલ મૂળ કચ્છ ભુજ ખાતે પોતાના પતિ તેમજ બે બાળકીઓ અને માતા સાથે રહે છે તે કચ્છ માજ રહીને સ્પોર્ટ ડ્રેસ સીવવાનું કામ કરે છે અને તેને આ દાન કરવાની પ્રેરણા કચ્છ ની એક મહિલાને પૈસાનું દાન કરતા જોઇને મળી હતી અને માનસી પટેલે પણ તેના પિતાની પ્રથમ તિથી પર મહેસાણાના વિસનગરની એક કેન્સર પીડિત મહિલાને પોતાના વાળ દાન કરી એક અનોખી શ્રધાંજલિ અર્પણ કરી છે.

માનસી પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘મારા વાળનો કોઈ સારા કામમાં ઉપયોગ થાય અને કોઈને કામ લાગે તે હેતુથી દાન કર્યું છે. લોકો શું કહેશે તેની ચિંતા નથી. જેને જે સમજવું હોય તે સમજે મેં મારા વિચારો પ્રમાણે એક સારું કાર્ય કર્યું તેની મને ખુશી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *