મહિને ૪ હજાર રૂપિયાથી કલાર્ક ની નોકરી શરૂ કરી હતી આજે કરોડપતિ બની ગયા..તેની પાછળનું રહસ્ય જાણશો તો પગ નીચેથી જમીન સરકી જશે….જાણો વિગતે

હાલમાં દરેક લોકો અમીર બનવાનું સપનું જોતા હોય છે અને જલ્દી તે પૂરું થાય તે માટે અનેક નવા નવા પ્રયોગો કરતા હોય છે કે જેથી તે ધનવાન બની જાય.હાલમાં દરેક લોકોને ઓછા સમયમાં વધારે મેળવવા ની ઘેલછા અનેક લોકોને ખરાબ રસ્તા પર લઈ જાય છે જેનાં પરિણામ સ્વરૂપે પહેલા તો તેનાથી ખુશી થાય છે અને દરેક વસ્તુ સરળતાથી મળતી થઇ જાય છે દરેક લોકો તરફથી પ્રશંસા પ્રાપ્ત થતી હોય છે પરંતુ આવા ખોટા માર્ગે ચાલતા છેલ્લે તેનું ફળ પણ અવશ્ય મળીને જ રહે છે.હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિ સંપતિ મેળવવાની લાલચમાં એટલો બધો ગેરમાર્ગે દોરી ગયો કે જેનાથી અંતમાં તેને એવું દુઃખ થયું કે જેની કોઈ સીમા નથી.

રાજ્યની આર્થિક ગુના વિભાગ (EOW) ની એક ટીમે બુધવારે મધ્યપ્રદેશના ભોપાલમાં મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્કની નોકરી કરતા એક વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન ટીમને જે કંઈ મળ્યું તે બહુ જ ચોંકાવનારું હતું.એક સામાન્ય કલાર્ક ના ઘરમાંથી એક-બે નહીં પણ ૮૫ લાખ રૂપિયા મળી આવ્યા હતા.આના ઉપરાંત પણ તપાસ દરમિયાન આ ક્લાર્ક ના ઘરેથી ૪ કરોડની મિલકતના કાગળો પણ મળી આવ્યા છે. આટલું નહિ પરંતુ આ કલાર્ક ના ઘરની બહારથી પણ એક ફોર વ્હીલર અને લાખોની કિંમતના દાગીનાઓ પણ મળી આવ્યા હતા.ક્લાર્કના ઘરે પહોંચેલી EOW ની ટીમના જણાવ્યા પ્રમાણે આ ઘર એક મેડિકલ એજયુકેશન ડિપાર્ટમેન્ટ માં કલાર્ક તરીકે નોકરી કરતા હીરો કેશવાની નું છે.

બુધવારે અચાનક જ સવારે ૬ વાગે EOW ની ટીમ આ ક્લાર્ક ના ઘરે બૈરાગઢ પહોંચી ગઈ હતી.આ ટીમને આમ ઘરે આવેલી જોઈ ક્લાર્ક હીરો કેશવાની ની દિલની ધડકન તેજ બની ગઈ હતી આ ટીમે ઘરમાં પ્રવેશ કરીને એક એક સમાન ની તલાશી લેવાનું શરૂ કરી દીધું.બસ ત્યાર પછી શું જોવાનું હોય એક પછી એક નોટો ના બંડલ નીકળવા લાગ્યા.આ બંડલ ની ગણતરી કરતાં ઘરમાંથી ૮૫ લાખ રૂપિયા રોકડા મળ્યા હતા.આટલું જ નહિ પરંતુ સાથે ઘરની અંદર થી કરોડો રૂપિયાની મિલકતોના કાગળો પર મલી આવ્યા હતા.આ મિલકતોની કિંમત અંદાજે ૪ કરોડ રૂપિયાની હતી જે ક્લાર્ક હીરો કેશવાની ના ઘરમાંથી મલી આવી હતી.

જેમાં બૈરાગઢ માં આવેલું એક લક્ઝરી ઘર,જમીન અને પ્લોટના દસ્તાવેજો મલી આવ્યા હતાં.સાથે લાખો ના ઘરેણાં પણ મળ્યા હતા.એમાં પણ બૈરગઢમાં આવેલા ઘરની કિંમત ૧.૫ કરોડ રૂપિયા જાણવામાં આવી રહી છે.તપાસ કરતા સમયે ટીમને એ પણ જાણવા મળ્યું હતું કે હીરો કેશવાણી ની મોટા ભાગની મિલકતો પોતાની પત્નીના નામે ખરીદી હતી.આમ ઘરમાં દરોડા પાડતા ઘરમાં મલી આવેલી કરોડોની સંપત્તિ અંગેનો ખુલાસો થયા પછી ભ્રષ્ટાચારી હીરો કેશવાની એટલો ડરી ગયો હતો કે તેણે બાથરૂમનું ક્લીનર પી લીધું હતું.ત્યાર પછી હીરો કેસવાણીને તાત્કાલિક હમીદિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.હાલમાં તો તેની સારવાર ચાલી રહી છે.

જ્યારે હીરો કેશવાળી ની કલાર્કની નોકરી શરૂ થઈ તો ત્યારે તેનો પગાર માત્ર મહિને ૪૦૦૦ રૂપિયા જ હતો.અને આજે તેમનો પગાર ૫૦,૦૦૦ રૂપિયા છે.સાથે જ હીરો કેશવાળી કરોડો રૂપિયાની સંપત્તિના માલિક પણ બની ગયા છે. આમ કરોડોના કૌભાંડ પછી મેડિકલ એજ્યુકેશન વિભાગે ક્લાર્ક હીરો કેસવાણીને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ હીરો કેસવાણીનું નામ સાગર મેડિકલ કોલેજ સાથે પણ જોડાયેલું હતું.આ સાથે જ મેડિકલ એજ્યુકેશન ડિરેક્ટોરો એ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મેડિકલ એજ્યુકેશન ડિરેક્ટોરો એ ક્લાર્ક હીરો કેસવાણી સામે ખાતાકીય તપાસ અંગે પણ તપાસ શરૂ કરી દીધી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.