ગુજરત ના આ ગામ નો વિચિત્ર બનાવ! લગ્ન પહેલા મોટી દીકરી ભાગી ગયા તો નાની દીકરી એ પરીવાર ની લાજ સાંચવી

આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે એવામાં દરરોજ કેટલાય લગ્ન થઈ રહ્યા છે અને કેટલાય અજુગતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવો જ એક કિસ્સો વડોદરાના ડેસર તાલુકાથી બહાર આવ્યો છે. જ્યાં લગ્નના એક દિવસ પહેલા દુલ્હન ભાગી ગઈ અને પરિવારની લાજ બચાવવા માટે નાની બહેને કરી લીધા હતા લગ્ન.

મળતી માહિતી મુજબ 23 તારીખે વરરાજો ડેસર તાલુકમાં તેની દુલ્હનને લેવા માટે રવાના થયો પણ ત્યાં જતા જ તેની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ. ત્યાં પહોચતાની સાથે જ ખબર પડી કે તેની દુલ્હન તેને છોડી અને બીજા કોઈ સાથે ભાગી ગઈ છે.

આગ કરતા પણ વધુ ઝડપી આ સમાચાર ફેલાવવા લાગ્યા. ત્યાં આવેલ દરેક લોકો આ સમાચાર સાંભળીને ચોંકી ગયા હતા પણ કોઈ બબાલ કરવાની બદલે ઘરના વડીલોએ સમજદારી ભર્યું પગલું લીધું અને બારાતી સામે નહીં પણ એકલામાં એક મીટીંગ ગોઠવી અને સમાધાન લઇ આવવાનું નક્કી કર્યું.

બંને ઘરની ઈજ્જત સચવાઈ જાય એ માટે ઘરની નાની દીકરી જો ત્યાં ઘોડી પર ચઢીને આવેલ વરરાજા સાથે પરણી જાય તો લાજ સચવાઈ જાય. દીકરીનો ફરજ પૂરો કરતા ઘરની નાની દીકરીએ લગ્ન માટે હા પાડી દીધી અને અંતે મોટી બહેનની જગ્યાએ નાની બહેન વરરાજા સાથે પરણી અને ઘરની લાજ બચાવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *