રખડતાં ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો, ગાંધીધામ માં નાના બાળકોને બચાવતા વૃદ્ધ દાદાને જ આખલાએ માર માર્યો જેથી દાદાને ….
જ્યાં જુવો ત્યાં ગાયોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ગાયો શાંતિ થી બેસતી હોય તો કંઈ વાંધો જ નથી પરંતુ જ્યારે ગાયો અને આખલાઓ ભેગા થઈ ને જ્યારે લડાઈ કરી છે ત્યારે અનેક લોકો ને મુશ્કેલી પડી જતી હોય છે અને અનેક લોકો તો આવા કારણ વગરના મોત ને પણ પામી જતા હોય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ગંદકી થી બચવા આવા ઢોરો રસ્તાઓ પર આવી જાય છે અને અકસ્માતની ઘટના બનતી હોય છે. રખડતાં ઢોરો ના કારણે અનેક માસૂમ લોકો પોતાનો જીવ જોખમમાં નાખતા હોય છે તો અનેક લોકોના જીવ આવા ઢોર એ લઇ લીધા હોય છે.આવા ઢોર ના કારણે નાના મોટા અનેક અકસ્માતો સર્જાતા હોય છે.જેનાથી લોકો જીવ ગુમાવતા હોય છે.હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક દાદા બાળકોની જાન બચાવવા જતાં તેઓની જાન મુશ્કેલીમાં મુકાઇ જાય છે અને આખલાનો શિકાર બની જાય છે અને મૃત્યુ પામે છે.
આ ઘટના અંતરજાળની સોસાયટી માં રહેતા પોતાના ઘર નજીક રમી રહેલા બાળકોને આખલો મારસે આ બીક થી બચાવવા ગયેલા ૬૫ વર્ષના દાદા ને જ આખલાએ ઢિક મારી ને જમીન પર પછાડી દીધા હતા.અને ઢસડી જઈ તેમને ગંભીર ઇર્જા થઈ હતી તેથી તેમને હોસ્પીટલ લઇ જવામા આવ્યા હતા જ્યાં હજુ સારવાર થાય તે પહેલાં જ દાદા મૃત્યુ પામ્યા હતા.જેનાથી એક પરિવારે ઘરના મોભી ગુમાવ્યા હતા. આ ઘટના શુક્રવાર ના રોજ સાંજે પોણા સાત વાગે બની હતી.જેમાં અંતરજાળ માં આવેલ બાલાજી પાર્કમાં રહેતાં ૬૫ વર્ષના મહોબતસિંહ માધુભા રાઠોડ ઘર પાસે રમી રહેલા બાળકોને આખલો મારી દેશે તેમ વિચારી બાળકોનો બચાવ કરવા આખલાને ભગાડવા ગયા ત્યાં અચાનક આખલો વિફરતા તેને મ્હોબતસિંહ ને ઢીક મારી અને નીચે પછાડયા હતા.
આટલું જ નહિ આખલા એ ત્યાર પાછી તેમને ધસડ્યા પણ હતા. આથી તેમને ગંભીર ઈર્જા થઈ હતી એટલે તેમને સારવાર માટે ભૂજની જી .કે. જનરલ હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા.પરંતુ સારવાર કારગત સાબિત થાય તે પહેલાં જ તેમનું મૃત્યું થઈ ગયું.આવી અણધારી આફત થી પરિવારમાં શોકનો માહોલ ઉભો થયો હતો. તેમના પુત્ર હિમતસિંહ રાઠોડ એ આપેલ વિગતો મુજબ ડોકટરો એ આદિપુર પોલીસ ને જાણ કરતા PSI એચ .એસ .તિવારી એ વધુ તપાસ હાથ ધરી છે. દિવ્ય ભાસ્કર દ્વારા આયજિત રૂબરુ કાર્યક્રમ માં પણ રખડતાં ઢોરો નો પ્રશ્ન સામે આવ્યો હતો.
૨૪ કલાક ધમધમતા માર્ગો પર આવા રખડતાં ઢોરો ના જમાવડા અને આડેધડ ઊભા રહેવાના કારણે અનેક માર્ગ અકસ્માત થતાં જોવા મળે છે.જે ચોપડામાં જોવા મળતા નથી.ત્યારે આવા ઢોરો અનેકોની જાન લઇને જ રહેશે એવી દહશતો ની અજુઆત પણ થઈ છે.હવે જ્યારે આજ કારણે એક વધુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ અંગેની કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે.? એતો આવનારો સમય જ બતાવશે. ગાંધીધામ નગરાલિકા એ લોકોની પરેશાનીને ધ્યાનમાં રાખીને થોડા વર્ષો પહેલા જ આવા રખડતાં ઢોરો ને પકડીને રામલીલા મેદાનમાં રાખવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ બહાર અલગ પ્રકારની ખાદ્ય સામગ્રી અને અન્ય કારણો ના લીધે અનેક ગાયોના મોત થઈ ગયા હતા.આથી આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.દર ચોમાસામાં આ સમસ્યા ઉદભવે છે આથી આ અંગે વિચારણા કરવી જરૂરી બને છે.