સરકારી નોકરીને ઠોકર મારી આ વ્યક્તિએ શરૂ કર્યો આવો બિઝનેસ કે હવે કમાય છે આટલા લાખ….
આજના સમયની જો વાત કરવામાં આવે તો આજના યુવાનો મોટી મોટી કંપનીઓની નોકરી પાછળ દોડતા હોઈ છે અને તેની પાછળ ખુબજ ભણીગણીને મહેનત કરતા હોઈ જયારે અમુક લોકો એવા પણ ચ જે ખેતી કરીને પણ આજના મોંઘવારીના સમયમાં સારી એવી કમાણી કરતા થયા છે. તો વળી ખેતીની સાથે સાથે સાઈડ બિઝનેસમાં હવે પશુપાલનનો વ્યવસાય કરીને પણ લોકો તેની આવકમાં વધારો કરે છે. તેવીજ રીતિ આજે તમને એક તેવાજ વ્યક્તિ વિષે જણાવીશું જે પશુપાલનનો વ્યવસાય કરી લાખોની કમાણી કરી રહયા છે. આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો અમરેલીના માળીલાનાં ગીરીશભાઇએ નોકરી ઠુકરાવી પશુપાલન વ્યવસાય પસંદ કર્યો છે. શ્રેષ્ઠ ઓલાદની 12 જાફરાબાદી ભેંસ રાખી છે. તેમજ આ 12 ભેંસમાંથી દર એક ભેંસ વાર્ષીક ૩000 થી 4000 લીટર દૂધ આપે છે. તેથી વર્ષે 30 થી 35 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. તેમજ આ સાથે ગીરીશભાઈ વાળાએ જણાવ્યું હતું કે, 100 વીઘા જમીન છે. સંયુક્ત કુટુંબ પરિવાર છે. તેમજ પ્રાકૃતિક ખેતી કરે છે.
સાથે જ પશુપાલનના વ્યવસાય કરે છે. 12 જાફરાબાદી ઓલાદની શ્રેષ્ઠ ભેંસો રાખી છે. આમ તેઓને તરણેતરના મેળામાં જેવો એક પાડાનો શ્રેષ્ઠ ઉછેર કરી એવોર્ડ મેળવ્યો છે. દૂધ ઉત્પાદનમાં અને શ્રેષ્ઠ ઓલાદો રાખવા બદલ જેવોને અનેક એવોર્ડ પણ મળ્યા છે. આમ જો વાત કરવામાં આવે તો હાલમાં પ્રતિ લીટરે 60 થી 80 રૂપિયા દૂધનો ભાવ મળે છે, તેમજ આ સતાહૈ ખેતી વિષ જણાવીએ તો ગીરીશભાઈ 100 વીઘા મગફળી કપાસ સહિતના પાકનું વાવેતર કરી ઉત્પાદન મેળવે છે.
આમ વધુમાં ગીરીશભાઈ વાળાએ જણાવ્યું હતું કે, મને પહેલેથી ગામડું પસંદ છે. ગામડામાં રહેવાથી સ્વચ્છ હવા, પાણી અને ખોરાક મળે છે. આમ આ સાથે જણાવ્યું કે, એક પશુ એક વીઘાના ઉત્પાદન એટલું જ દૂધ ઉત્પાદન આપે છે. પશુપાલન વ્યવસાયમાં મહેનત જરૂરી છે. હાલ કોઈને મહેનત નથી કરવી, જેના કારણે લોકો નોકરી કરવા શહેરી વિસ્તાર તરફ ફર્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.