સફળતા એને જઈ ચડે જે પરસેવે ન્હાય’ ! દિવ્યાંગ હોવા છતાં આ યુવક કરે છે ઝોમેટો ડીલીવીર, 13-13 કલાક સુધી…જાણી હોંસલાને દાત દેશો

આજે અમે તમને ગુજરાત ના એક એવા વ્યક્તિ વિષે જણાવવાના છીએ જેના વિષે સાંભળી એક વખત તો તમારા આંખ માં આંસુ કે હૃદય ભરાઈ જશે. આ વાત છે અમદાવાદ માં કામ કરવા આવેલા હિતેશ ડાંગી ની જેની ઉમર માત્ર 23 વર્ષ ની છે અને તે હાલ ઝોમેટો માં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યો છે.હિતેષ ડાંગી ને નાનપણમાં ચાલતાં શીખ્યો જ, ત્યાં ખોટી રીતે અપાઈ ગયેલા રસીના ઈન્જેક્શનના કારણે તેનો ડાબો પગ છીનવાઈ ગયો. જીવનભરની ખોટ રહી ગઈ. બે કાંખઘોડીના સહારે ચાલવું પડે તેવી સ્થિતિ આવી. ભગવાને ભલે તેનો પગ છીનવી લીધો હોય પરંતુ હિતેશ ની સખત મહેનત અને સાહસ ના લીધે તે કામ કરતા જરાય અચકાતો નથી.આપણને જરાક વાગ્યું હોય તો પણ આપણે ઓફિસ કે સ્કૂલ માં રાજા રાખીએ છીએ.

જયારે હિતેષને તો એક પગ જ નથી છતાં એ આખા અમદાવાદમાં ફરીને ફૂડ પાર્સલ ડિલિવરી કરવાનું કામ સ્વીકાર્યું.હિતેષ ડાંગી દાહોદ ના પીપલેટ ગામ નો વાતની છે. ગામડાંમાં કામ તો મળે નહીં એટલે કામની શોધમાં તે અમદાવાદ આવ્યો. પિતા કલશીંગભાઇ અને હિતેષના બે નાનાં ભાઈઓ મજૂરી કરે. હિતેષે કોલ સેન્ટરમાં કામ લીધું. બે મહિના કામ કર્યું પણ ફાવ્યું નહીં. પછી એવું નક્કી કર્યું કે અમદાવાદ છોડીને પોતાના ગામ પીપલેટ જવું. ગામડે પહોંચીને હિતેષે કરિયાણાની નાનકડી દુકાન કરી. દુકાન થોડા દિવસ ચલાવી ત્યાં કોરોના આવ્યો અને લોકડાઉન પણ આવ્યું. દુકાન બંધ કરવી પડી.

પીપલેટમાં શરુ કરેલી દુકાન બંધ કરવી પડી. પૈસા ખતમ થઇ ગયા. પછી હિતેષ, તેના પિતા અને ભાઈઓએ પણ નક્કી કર્યું કે આપણે બધા અમદાવાદ જતાં રહીએ. કાંઇને કાંઇ કામ મળી રહેશે.ડાંગી પરિવાર કામની શોધમાં અમદાવાદ આવી પહોંચ્યો. પિતા અને ભાઈઓને કન્સ્ટ્કશન સાઈટ પર મજૂરી કામ મળી ગયું. જ્યાં હિતેશ અપાહિજ છે છતાં પણ તેની કામ કરવાની પ્રબળ ઈચ્છા હોવાથી તે પણ કામ નિઃશેધ માં નીકળી ગયો.ઝોમેટોના ડિલિવરી બોયનું કામ કરવું એ હિતેષે નક્કી કરી લીધું. હિતેષ કહે છે કે ” આ કામ કરવાના બે કારણો હતા. એક તો બધું કામ ઓનલાઇન થાય. એટલે મને સહેલું પડે. બીજું, હેન્ડીકેપ્ડ તરીકે ચલેન્જ હતી. જો હું કરીશ તો બીજા હેન્ડીકેપ્ડ લોકોને પ્રેરણા મળશે. હું તો માનું છું કે જેને જે કહેવું હોય તે કહે. આપણે કર્મ કરવાનું. ફળ ઉપરવાળો આપી દેશે. “

ઝોમેટોના નિયમો જાણ્યા પછી હિતેષે પહેલું કામ સ્કુટર ખરીદવાનું કર્યું. સેકન્ડ હેન્ડ એક્ટિવા ખરીદ્યા પછી તેને થ્રિ-વ્હીલ કરાવવું, તેમાં કાંખઘોડીનું સ્ટેન્ડ કરવું, આ બધું થઈને 40 હજારનો ખર્ચ થતો હતો. હિતેષ પાસે પોતાની બચતના 20 હજાર રૂપિયા હતા. દિવ્યાંગ તરીકે તેને સમાજ કલ્યાણ વિભાગમાંથી 20 હજારની સહાય મળી. આમ, 40 હજારના ખર્ચે થ્રિ-વ્હીલ સ્કુટરની વ્યવસ્થા કરી.લોકોને ઘરે ઘરે ભોજન પહોંચાડતો હિતેષ બે ઓર્ડર હાથમાંથી જતા ના રહે તે માટે પોતે ઘરે જમવા જતો નથી! રોજ સવારે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળી જાય છે જે રાત્રે સાડા નવ વાગ્યા સુધી કામ કરી, પછી લોગ આઉટ થાય છે અને ત્યારબાદ રાત્રે ઘરે જઈને 10 વાગ્યે જામે છે.

ઝોમેટોમાં ફૂડ પાર્સલ ડિલિવરી બોયને કામના કલાક મુજબ પેમેન્ટ મળે. જેથી સવારથી રાત 20 જેટલા ઓર્ડર ડિલિવર કરે ત્યારે હાથમાં 600 રૂપિયા આવે. તેના કહેવા મુજબ તેમાંથી 250 રૂપિયા પેટ્રોલના ખર્ચાઈ જાય. એ હિસાબે મહિને 12 થી 13 હજાર રૂપિયા બચે. તેમાંથી મહિનાનો ખર્ચ કાઢવાનો. હિતેષ કહે છે, પેટ્રોલના ભાવ વધી ગયા એટલે બચત ઓછી થાય છે. પહેલાં વધારે બચત થતી તો ટેકો રહેતો.દાહોદનો આ પરિવાર ઘાટલોડિયામાં એક રૂમમાં રહે છે. તે રૂમનું ભાડું પણ 3 હજાર ચૂકવે છે.દિવ્યાંગ હિતેશભાઈ એમ પણ કહે છે કે હું ગીતામાં વિશ્વાશ રાખું છું ” કર્મ કરીશ તો ફળ તો મળશે જ “, આવા દ્રઢ નિશ્ચય થી તે પોતાના ઘર નું પાલન પોષણ કરે છે અને પોતાનો સંસાર ચલાવે છે દિવ્યાંગ હોવા છતાં કામ કરવાની આવી ધગશ હોવાથી હિતેશભાઈ ને દિલ થી સલામ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *