મેહનતનુ ફળ હંમેશા મળે જ, IAS બની પરિવારનું નામ રોશન કર્યું
હાલના સમયમાં ઘણા લોકોનું એ સ્વપ્ન હોય છે કે તેઓ IAS અધિકારી બંને પરંતુ આ કોઈ આસાન કામ નથી. IAS અધિકારી બનવા માટે UPSC પરીક્ષા પાસ કરવી જરૂરી છે જે ભારત દેશની ઘણી અઘરી પરીક્ષાઓમાની એક છે પરંતુ એવું પણ નથી કે તે પાસ ન કરી શકાય. સતત પરિશ્રમનું ફળ એક દિવસ તો મળેજ છે.
જો તમે મંઝીલ નક્કી કરી લો છો અને એ મંઝીલને મેળવવાણી પુરી કોશિશ કરો છો તો તમને સફળતા ચોક્કસ મળે છે. આવીજ કોશિશ એક બહુજ સામાન્ય પરિવારમાંથી આવતા અને હવે ઇસ ઓફિસર શુભમ ગુપ્તાની સફળતા વિષે તથા તેમણે કરેલી ભરપૂર કોશિશ વિષેની વાત કરી રહ્યા છીએ.
શુભમ ગુપ્તાનો જન્મ ૧૧ ઓગષ્ટ ૧૯૯૩ ના રાજસ્થાનના સીકર જિલ્લાના ભૂદોલી ગામમાં થયો હતો. તેના પિતાજીનું નામ અનિલ ગુપ્તા છે. તેઓની આર્થિક સ્થિતિ બહુજ સામાન્ય હતી. રાજસ્થાનમાં તેઓ કામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેમાં પણ જાણે કોઈની નજર લાગી અને કામ બંધ થઇ ગયું.
ત્યારે શુભમ સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને પિતાજી ની આવક બંધ થઇ જતા તેઓ પિતાની સાથે મહારાષ્ટ્રમાં દહાણુ રોડ પર આવ્યા અને ત્યાં નાનકડી જૂતા ચપ્પલની દુકાન શરુ કરી. જ્યાં શુભમ તેના પિતાજીને સ્કૂલ પછીના સમયમાં મદદ કરતા હતા. તેઓ સાંજે ૪ થી રાત્રે ૯ સુધી પિતાની દુકાન સંભાળતા હતા. ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે આ છોકરો એક દિવસ ઓફિસર બનશે.
શુભમ અથાગ માહેંનાથ કરી પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તેણે ખુબ ધ્યાનથી પોતાનો અભ્યાસ કર્યો. કામની સાથે સાથે તેણે દિલ્હી વિશ્વ વિદ્યાલયથી વર્ષ ૨૦૧૨-૧૫ માં BA પછી MA કરીને તેણે UPSC માટેની તૈયારી શરુ કરી તેમાં ૨ વાર નિષ્ફળતા પણ મળી તો પણ શુભમે હાર ના માની અને પોતાની મંઝીલ તરફ પ્રયાણ ચાલુ જ રાખ્યું. ત્રીજા પ્રયત્નમાં તે પાસ તો થયા પરંતુ તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક ૩૬૬ આવ્યો જેથી તેમને IAS સેવા ન મળી તો તેમણે ફરી એકવાર પ્રયત્ન કર્યો અને ચોથી વારના પ્રયાસમાં તેમને ઓલ ઇન્ડિયા રેન્ક છઠ્ઠો મેળવીને પોતાનું સપનું પૂરું કર્યું.