નાની ઉંમરે આવી મોટી જવાબદારી! હાર ન માની અને બની ગઈ ips ઓફિસર….સંઘર્ષ એટલો કે
તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ તેવીજ યુવતી વિશે જણાવીશું જેણે નાની ઉંમરમાં પિતાને ગુમાવ્યા, ખેતીની જવાબદારી સંભાળી; વિદેશમાં નોકરીની ઓફર નકારી IPS બની ઓફિસર. તમને તેના વિશે જાણી 100% ગમશે. આવો તમને તેના જીવનના સંઘર્ષ વિશે જણાવીએ.
આજે આમે તમને આઈપીએસ ઈલ્મા અફરોજનું જીવન સંઘર્ષોથી ભરેલું જીવન વિશે વાત કરીશું જે ઉત્તરપ્રદેશve મુરાદાબાદમાં એક નાના કુંદારકી નગરની રહેવાસી ઈલ્મા અફરોજે બાળપણથી જ તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. તે માત્ર 14 વર્ષની હતી, જ્યારે તેના પિતા ગુજરી ગયા હતા. ત્યારબાદ તેના પરિવાર અને ખેતરોની પૂરી જવાબદારી તેની માતા પર આવી ગઈ હતી. પછી ઈલ્મા અફરોજ પણ અભ્યાસ સાથે તેની માતાને ખેતીના કામમાં મદદ કરતી હતી.
તેમના અભ્યાસની વાત કરીએ તો મુરાદાબાદથી સ્કૂલનો અભ્ચાસ પૂરો કર્યા બાદ ઈલ્મા અફરોજે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સમાં એડમિશન લીધુ હતું. ત્યાથી તેણે ફિલોસોફીમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ઈલ્મા સેન્ટ સ્ટીફન્સમાં વિતાવેલા વર્ષોને જીવનનો સફળ સમય માને છે, ત્યાંથી તેણે ઘણુ બધુ શીખ્યું. સખત મહેનત દ્વારા તેને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી તરફથી શિષ્યવૃતિ મળી અને ત્યાં તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ. આમ જ્યારે તેની પાસે વિદેશ જવા માટે પૈસા નો હતાં ત્યારે તેમે ગામના ચૌધરી દાદા પાસે મદદ લીધી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તેને શિષ્યવૃતિ મળી ગઈ હતી, પરંતુ પોતાના બાકીના ખર્ચને નીકાળવા તે ત્યાં ટ્યૂશનમાં ભણાવતી હતી અને બાળકોની સારસંભાળ કરતી હતી. ત્યારે ગામવાળા લોકો તેની માતાને કહેવા લાગ્યા કે, હવે તે વિદેશમાં જ રહેશે અને ક્યારેય ભારત પરત નહી આવે.
તે ન્યૂયોર્ક ગઈ હતી જ્યાં તેને Financial Estate કંપનીમાં નોકરી માટે બહુ જ સારી ઓફર મળી હતી. પરંતુ તે તેના શિક્ષણ પર તેની માતા અને દેશનો હક માનતી હતી. એટલા માટે ભારત આવીને તેણે યૂપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. વર્ષ 2017માં સિવિલ સર્વિસ પરીક્ષામાં ઈલ્માએ 217મો રેન્ક મેળવ્યો હતો. ત્યારે તેની ઉંમર માત્ર 26 વર્ષ હતી. અત્યારે તે શિમલામાં SP SDRF ના હોદ્દા પર કાર્યરત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.