મહીલા ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે બધા ડોક્ટરના હોંશ ઉડી ગયા ! કુલ765…

હાલમાં આધુનિક સમયમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે હાલમાં એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે કે ને ઘટના પર ડોકટરો પણ નવાઈ પામી રહ્યા છે.આ કિસ્સો બનાસકાંઠાના ડીસા નો છે કે જ્યાં એક મહિલાના પિતાશય માંથી અસંખ્ય એવી વસ્તુ નિકળી કે જોઈને ડોકટરોનો પણ પરસેવો છુટી ગયો.૫૦ વર્ષની મહિલાનાં પિત્તાશય માંથી ડોક્ટરોએ ઓપરેશન દ્વારા ૭૬૫ પથરીઓ કાઢી હતી.

ડીસા તાલુકાની ઝેરડા ગામની ૫૦ વર્ષની મહિલા ને ઘણા સમયથી પેટનો દુખાવો હતો .પરંતુ તેના પર કોઈ ધ્યાન આપ્યું નહિ અને આખરે ૧૦ દિવસ પહેલા અસંખ્ય પેટનો દુખાવો થયો હતો અને આથી તે મહિલાના પરિવારના લોકો મહિલાને ડીસાના એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાના પિત્તાશયમાં પથરી છે.જેનાથી ત્યાંના ડો. આનંદ પટેલે મહિલાના અન્ય વધુ ટેસ્ટ કરાવ્યા અને સારવાર શરૂ કરી હતી.આ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે તેમણે આયુષ્ય માન કાર્ડ અંતર્ગત સારવાર કરવાની તજવીજ હાથ ધરી હતી.

આ ઓપરેશન દરમિયાન મહિલાના પિત્તાશયમાં એક નહિ પરંતુ અસંખ્ય પથરીનો મોટો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો.અને પથરીની ગણતરી કરતાં તેની સંખ્યા ૭૬૫ થઈ હતી.જેમાં નાની મોટી અનેક પથરીઓ જોવા મળી હતી.આ ઘટના અંગે ડૉ. આનંદ પટેલે જણાવ્યું હતું કે આવી ઘટના મેડિકલ લાઈનમાં ભાગ્યે જ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે પિત્તાશયમાં ઇન્ફેક્શન અને લાંબા ગાળા સુધી તેનો ઈલાજ ન થતાં આવી ઘટના બનતી હોય છે. આ મહિલાના પિત્તાશયમાં પણ અસંખ્ય પથરીઓ હતી જેને દૂરબીન વડે ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી છે.

ઘણીવાર સામાન્ય કિસ્સામાં પથરીની સંખ્યા ૧૦-૨૦ હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે.પરંતુ આ આવી પહેલી ઘટના બની છે કે જેમાં એક સાથે ૭૬૫ જેટલી પથરીઓ નીકળી છે જે ડોકટરોને માટે પણ એક ચેલેજ રૂપ સાબિત થયું છે.આવા દર્દીઓએ સમયસર સારવાર કરાવવી જોઇએ તેવું ડોક્ટરોએ સૂચવ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *