વિકલાંગ વ્યક્તિ સાથે આવી નીરદયતા ! વિડીઓ જોઈ તમારુ કાળજુ કંપી જશે…

મિત્રો આમ તો તમે અવાર નવાર ઘણા વાયરલ વિડીઓ જોતાજ હશો જેમાં મારામારી, કોમેડી, વગેરે જોતા હશો પણ આ વિડીઓમાં તો એક વિકલાંગને એક યુવતી અને યુવક દંડો લઇ મારવા પર ઉતરી આવે છે અને તેની ગાડી ને પણ ડંડા મારવા લાગે છે. આ વિડીઓ જોઈ લોકો દંગ રહી જાય છે. આવા વિડીઓ જોઈ પ્રશ્ન ઉભો થાઈ છે કે માનવી આટલો ક્રૂર કેવી રીતે હોઈ શકે. આવોજ એક વિડીઓ સોસીયલ  મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીઓ માં એક વિકલાંગ સ્કુટી પર બેઠેલો છે જયારે બીજી તરફ એક વ્યક્તિ તેને લાકડી વડે માર મારી રહ્યો છે. આ વિડીઓ સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે કોંગ્રેસ નાં પ્રમુખ શ્રીનિવાસ બીવી એ આ વિડીઓ ટ્વીટ કરીને શેર કર્યો છે અને શેર કરતા તેઓ લખે છે કે ‘ આ નફરતના યુગમાં આપણે ક્યા ઉભા છીએ તેનાં પર ફરીથી વિચાર કરવાની જરૂર છે’

વધુ એ જાણવા મળ્યું કે પોલીસ જણાવી રહી છે કે આ વીડીઓમાં જે વિકલાંગ છે તેનું નામ ગજેન્દ્ર અને તેમનાજ સબંધીઓ એ માર માર્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે જુગેન્દ્ર એ તેની સ્કુટી ચલાવવા માટે ગજેન્દ્ર ને આપી હતી અને છેલ્લા બે વર્ષથી લોકડાઉન માં સ્કુટર બંધ હતું જે જોતા જુગેન્દ્ર એ સ્કુટર ભાડે આપ્યું હતું અને આ બાબતે જુગેન્દ્ર અને ગજેન્દ્ર વચ્ચે ઝઘડો થઇ ગયો. ગુસ્સો એટલો બધો વધી ગયો કે જુગેન્દ્ર અને તેમની પત્ની એ ગજેન્દ્રને માર માર્યો અને સ્કુટર પણ તોડી નાખ્યું.

ગજેન્દ્ર એ તે પછી પોલીસ ફરિયાદ કરી અને બંને પતિ પત્નીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. વિડીઓ માં જોઈ શકો છો કે કેવી રીતે આ પતિ પત્ની એક વિકલાંગ વ્યક્તિને બેરહમીથી માર મારી રહ્યો છે. આ બધા વચ્ચે આ લાચાર વિકલાંગ વ્યક્તિ જોતો રહે છે અને માર ને સહન કરી રહ્યો છે જે જોઈ તમારુ  પણ કંપી જશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *