પ્રેમપ્રકરણ માં યુવક અને યુવતી નો નર્મદા કેનાલ મા જંપલાવી આપઘાત.

પંચમહાલ ના હાલોલ તાલુકાના વડીત ગામે નજીક ની નર્મદા ની મુખ્ય કેનાલ માં એક યુવક અને યુવતી નો મૃતદેહ મળી આવતા ચકચાર. મૃતદેહ ની માહિતી મળતા પોલીસ અને ફાયર ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ફાયર ની ટીમ દ્વારા મૃતદેહો ને બહાર કાઢયા બાદ પોલીસે મૃતદેહો નો કબ્જો લય ને વધુ તપાસ હાથ ધરી હતી. ફાયર ની ટીમ ની એક કલાક ની જહેમત બાદ માં મૃતદેહો ને બહાર કાઢવામાં આવ્યા હતા.

કેનાલ માં મૃતદેહો છે તેવી માહિતી મળતા જ ગ્રામજનો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભારે ચકચાર થવા પામી હતી. આ આખી ઘટના ની માહિતી ફાયર ઓફિસરે આપી હતી તેના જાણાવીયા અનુસાર લાશ જયારે રામેશર ગામે થી પસાર થતી હતી ત્યારે જ આની માહિતી  વિભાગ ને મળી ગય હતી પણ ફાયર ત્યાં પહોંચે તે પેલા જ લાશ આગળ તણાય ને નીકળી ગય હતી. ત્યારબાદ માં લાશ ને હાલોલ નજીક માં ગડિત ગામે જોવા મળતા તે મૃતદેહો ને ત્યાંથી બહાર કાઢવાંમાં આવ્યા હતા. બંને ના કમરે દુપટ્ટા બાંધેલી હાલત માં જોવા મળ્યા હતા.

યુવક-યુવતી ની ઉમર આશરે 40-30 વર્ષ ની છે તેવું પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું તે લોકો એ 3-4 દિવસ પહેલા આપઘાત કારયો હોય તેવું જાણવા મળ્યું છે. પોલીસ ના જણાવ્યા મુજબ કોઈ એવા ખાસ આધાર પૂરાવા મળી આવ્યા નથી કે જેથી બન્ને ની ઓળખ થઈ શકે. આ માહિતી મળતા ની સાથે જ વાઘોડિયા પોલીસ અને હાલોલ ની રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી ગય હતી. અને મૃત્તદેહો ની તપાસ માટે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

બોડેલી તાલુકાના તાડકાછલાં ગામનો 20 વર્ષીય મયુર ભાઈલાલ રાઠવા અને બોડેલી નજીક આવેલ ગેડિયા ગામ ની 17 વર્ષીય ચેતના લક્ષમનભાઈ તડવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બંને ની ઓળખ થતા બંને ના પરિવાર જાનો ત્યાં દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા બંને ના મૃતદેહો ને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.