છોકરી થય નાપાસ તો પપ્પા એ મૂકી લગ્નની વાત તો યુવતીએ એવુ કરી બતાવ્યુ કે જાણી ને ચોકી જશો….
કેહવાય છે ને કે જો મજબૂત ઈરાદો હોય તો કોઈ પણ કાર્ય મુશ્કિલ નથી, એવી જ રીતે હરિયાણા નાં ગુરુગ્રામ માં રેહતી નિધિ સિવાચ નામની યુવતીએ એવુ કરી બતાવ્યું કે તમે જાણી ને એમની મેહનત ને સલામ કરશો કે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતે “unioun public service commission” એટલે કે UPSC ની પરીક્ષા માં સફળતા મેળવે છે.
નિધિ એ ગુરુગ્રામ માં ધોરણ-૧૦ પાસ કર્યું હતું.ત્યારથી તેમણે એન્જિનિયર બનવાનું નક્કી કરી લીધું હતું. ધોરણ-૧૨ ની પરીક્ષા પાસ કરીને તેમણે મિકેનીકલ એન્જિનિયર માં એડમીશન મેળવ્યું હતું.
સારા માર્કસ સાથે તે મિકેનીકલ એન્જિનિયર ની ડીગ્રી મેળવીને હૈદરાબાદ ની એક કંપનીમાં નોકરી માટે અપ્લાય કરે છે જ્યાં તે સિલેક્ટ થાય છે અને ત્યાં જોઈનીગ થાય છે. બે વર્ષ આ કંપનીમાંનોકરી કરે છે ત્યાર પછી નિધિ ને વિચાર આવે છે કે UPSC ની પરીક્ષા ની તૈયારી કરવી છે એવુ નક્કી કરે છે એ નોકરી કરતી એ સમયગાળા માં એનું ફેમિલી પણ સેટ થય ગયું હતું.
પરંતુ નિધિ એ નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગો માં IAS officer બનવું જ છે ત્યારથી UPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી અને પૂરેપૂરું ધ્યાન તેનું upsc ni પરીક્ષા ઉપર જ હતું ત્યાં તે બે વાર તે નિષ્ફળ થાય છે અને પરીક્ષામાં નિષ્ફળતા મળતી હતી અને નોકરી પણ નોતી તેના ઉપર ઘરનું ભારણ આવા લાગ્યું.
એવા જ સમયે નિધિનાં મમ્મી-પપ્પા લગ્નની વાત કરે છે અને કહે છે કે જો હવે પરીક્ષા પાસ નહિ થાય તો લગ્ન કરી દેવામાં આવશે એ જ સમયે નિધિ નક્કી કરે છે પોતાના મજબૂત ઈરાદાથી કે હવે તો કોઈ પણ સંજોગમાં UPSC ની પરીક્ષા પાસ કરી ને જ રહશે અને પોતે મેહનત શરૂ કરી દે છે દ્રઢ મનોબળ સાથે પોતે મમ્મી કે પપ્પા સાથે વાત પણ બંધ કરી દે છે.
ત્રીજી વાર upsc ની પરીક્ષા આપે છે અને તે ૮૩મું સ્થાન મેળવે છે અને પોતાનું આઇએએસ નું સ્વપ્ન પૂરું કરે છે, એટલે જ કેહવાય છે ને કે જો દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ હોય તો ગમે તેવી પરિસથિતિમાં પણ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.