સુ તમે જાણો છો કે ભગવાન જગન્નાથજી ની આંખો પર પાટા કેમ બાંધવામાં આવે છે કારણ એટલું જ છે કે…

કોરોના મહામારી બાદ અમદાવાદ માં ભગવાન જગન્નાથજી ની ૧૪૫ મી રથયાત્રા નું પાવન પર્વ જેમ  નજીક આવી રહ્યું છે તેમ લોકો માં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજી નો ગર્ભપ્રવેશ  કરાવવામાં આવે છે. સવારથી જ નેત્રોત્સવ ની વિધિ શરુ કરવામાં આવે છે. એવી લોકવાયકા છે કે ભગવાન જગન્ન્નાથજી જયારે મામા ના ઘર સરસપુર થી પરત જમાલપુર આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે આથી તેમની આંખે પાટા  બાંધવામાં આવે છે.

રથયાત્રા પહેલા ભગવાન પોતાના મોસાળ ૧૫ દિવસ માટે રોકવા જતા હોય છે. અને ત્યાર પછી નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ભાણેજો ની વધારે આગતાસ્વાગતા કરવામાં આવે છે તમને અનેક પકવાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે જેના કારણે ભગવાનને આંખો આવી જાય છે. જેથી આજે ભગવાન ને મંદિરમાં  પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિ ને નેત્રોત્સવ તરીકે ઓળખવામાં આવે છે.

હવે પછી ભગવાન ના આંખે થી આ પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ૪ વાગે ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે અને પછી મંગળા આરતી કરી ભગવાનને નગરયાત્રા કરાવવામાં આવશે. આજે મંદિરમાં ખીર અને માલપૂવા નો પ્રસાદ બનશે જે તમામ ભાવિક ભક્તોને આપવામાં આવશે.કહેવામાં આવે છે કે ભગવાન જયારે પોતાના મોસાળ ગયા હતા તો ત્યાં તેમણે ગોળ, કેરી, શીંગ, જાંબુ, અને તેના જેવી અનેક સામગ્રી ને આરોગી હતી આથી તેમની આંખો આવી ગઈ હતી. જયારે તે તેમના નગરમાં રથમાં પરત ફરે છે ત્યારે તેમની આંખ માં પવન ના લાગે તે માટે તેમની આંખો પર કાળી પટ્ટી બાંધવામાં આવી હતી.

ત્યાર બાદ ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે પોતાના ઘરે દ્વારકા પરત ફરે છે અને ઘરે પરત આવતા જ આંખો ની પટ્ટી દુર કરવામાં આવે છે. મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રા ને નગરયાત્રા કરવાનું મન થાય છે આથી બહ્રેનની ઈચ્છા ને માન આપી ને જગન્નાથજી અને  બલદેવ તેને  લઈને દ્વારકા નગરીમાં ભમણ કરવા નીકળે છે અને તેની જ ઉજવણી રૂપે આપડે રથયાત્રા નીકળે છે જેમાં માનવ મહેરામણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આવી રથયાત્રા અમદાવાદ પછી ભાવનગરમાં પણ યોજાય છે ભાવનગરમાં બીજા નંબર ની સૌથી મોટી રથયાત્રા યોજાય છે જે જોવા લાખોની સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથજી ના દર્શન કરવા આવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.