રાજકોટમાં સોની યુવકનો આપઘાત ! ડેમમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું, આત્મહત્યાનું કારણ જાણી દંગ રહી જશો….
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. આવો તમને આ આપઘાતની ઘટના વિષે વિગતે જણાવીએ.
આ આપઘાતની ઘટના રાજકોટના પડધરી તાલુકાના રંગપર ગામ નજીક હનુમાનધારા પાસે આવેલ ન્યારી-2 ડેમમાંથી સામે આવી રહી છે. જ્યા ગત સવારે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. આમ જે બાદ આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથી ધરી હતી. પોલીસ તપાસમાં દેવું વધી જતા યુવાને આ પગલું ભર્યાનું ખુલ્યું છે. યુવાનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા.
આમ આ યુવાન રૈયા રોડ પર રામાપીર ચોકડી પાસે મીલેનીયમ હાઈટ્સ પાસે આવેલ શાંતિનગરમાં રહેતા કિશન રમેશભાઈ મોડાસરા (ઉં.વ.29) નામના સોની યુવાનનો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના એવી બની કે કિશન મોડાસરા શનિવારે ઘરેથી દુકાને જવાનું કહી નીકળ્યા બાદ સાંજે પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ કિશનનો પતો નહીં લાગતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી હતી. સોની યુવાન પાસે ત્રણ ક્રેડિટ કાર્ડ હોય જેના પર ખરીદી કરતો હોય જેમાં એક લાખનું દેવું થઈ જતાં દરજીકામ કરતાં પિતાએ ત્રણ મહિના પહેલા દેવું ભરપાઇ કરી દીધું હતું.
જોકે જે પછી સોની યુવાને ક્રેડીટ કાર્ડ ચાલુ રાખતા ફરી દેવું થઈ ગયું હતું અને લેણદારોના ફોન આવતાં હોય ક્રેડીટ કાર્ડનું દેવું ભરી શકે તેમ ન હોય જિંદગીથી કંટાળી ઘરેથી નીકળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. બે ભાઈમાં મોટો કિશનના 4 વર્ષ પહેલા પૂજા સાથે લગ્ન થયા હતા. પડધરી પોલીસ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.