ગુજરાત ના નાના એવા ગામ સાથે સુપરસ્ટાર ધર્મેન્દ્ર નો છે કાઈક ખાસ સબંધ ! નવસારી ના વશી પરીવાર સાથે.
મિરો તમને જણાવીએ તો બૉલીવુડમાં ત્યાર સુધી ઘણા બધા સ્ટાર તમને જોવા મળી ચુક્યા છે પરંતુ જુના સમયની વાત કરીએ તો આપણને ધર્મેદ્ર સરનું નામ જરુરુ સાંભળવા મળતું હોઈ છે. અત્યાર સુધી તેઓએ એક વધીને એક સુપર હિટ ફિલ્મો કરી ચુક્યા છે. તેમજ આજે તમને એવી વાતું જણાવીશું જે તમે ભાગ્યેજ સાંભળી હશે. શું તમને ખબર છે ગુજરાત ના નાના એવા ગામ સાથે સુપરસ્ટાર ધર્મેન્દ્ર સરનો છે કાઈક ખાસ સબંધ. ચાલો આજે તમને તેના વિષે વિગતે જણાવીએ.
વાત કરીએ તો હાજી ગઈ કાલે જ તેમનો જન્મદિવસ ગયો હતો. જો તમને વાત જણાવીએ તો ધર્મેન્દ્રના ગણદેવીના ધમડાછા ગામના એક અનાવિલ પરિવાર સાથે એક જ મુલાકાતથી પારિવારિક સંબંધ થઈ ગયા છે . આ અંગેની હકીકત જોતા ધર્મેન્દ્રએ હવે બોલીવૂડમાં લગભગ નિવૃત્ત થઈ ગયા પછી ખેતી, ફાર્મિંગ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના માટે લોનાવાલામાં તેનું ફાર્મ હાઉસ પણ છે. તેઓ વધુ પડતો સમય તેના ફાર્મ હાઉસ પર જ રહેતા હોઈ છે. તેમજ ત્યાં રાહુઈને ખેતી વગેરે પર ઘણું ધ્યાન પણ આપતા થયા છે.
તેમજ વાત કરીએ તો ત્યાં તેઓ અલગ અલગ પ્રકારની ખેતી જાતે કરે છે. આ ખેતીમાં ફ્લાવરીંગ પણ છે. ત્રણેક વર્ષ અગાઉ તેને ઓરનામેન્ટલ પ્લાન્ટ (શોભાના છોડ)ની જરૂર પડી હતી. મુંબઈમાં તે નહીં મળતા કોઈકે ધમડાછા નિવાસી અનિલ વશીના સમીર ફાર્મની જાણકારી આપી હતી. તેથી ઉકત પ્લાન્ટ લેવા રૂબરૂ તેઓ બીલીમોરા આવ્યા હતા. આ અંગે અનિલભાઈ વશી જણાવે છે કે,’ધર્મેન્દ્ર 8 કલાક તેમની સાથે રોકાયા હતા અને 10થી 12 અલગ અલગ પ્રકારના પ્લાન્ટ 3 ટ્રક ભરી લઇ ગયા હતા. આટલો મોટો માણસ હોવા છતાં બિલકુલ સાદો અભિમાન વગરનો છે.’
આમ વધુમાં જણાવ્યું કે તેઓ ફાર્મના મજૂરોને પણ બોલાવી બોલાવીને ફોટા પડાવ્યા હતા. બીજુ કે એક જ મુલાકાતમાં અમારા પરિવાર સાથે પારિવારીક આત્મીય સંબંધ થઈ ગયા છે. દરેક નવા વર્ષે ઉજવણીમાં મારા પરિવારને બોલાવે છે અને પરિવાર જાય છે. મારો દીકરો બિમાર હતો ત્યારે રોજ ખબર માટે તેઓ ફોન કરતા હતા. આમ આ સાથે જ શહેરમાં અનેક ફિલ્મસ્ટાર્સ લાવનાર ભરત શાહમહેક જણાવે છે કે મેરા ગાંવ મેરા દેશના શૂટિંગ વેળા ફિલ્મના કલાકારો ધર્મેન્દ્ર, આશા પારેખ, વિનોદ ખન્ના વગેરે ઉદેપુરથી મુંબઈ જઈ રહ્યાં હતા ત્યારે નવસારીમાં એક કાછીયા પટેલ પરિવારને ત્યાં ટૂંકી મુલાકાતે આવ્યા હતા. આમ તેઓ આ પરિવાર સાથે ખુબજ નજીકના સબંધ ધરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો