સુરજ ભુવા ના માતા પિતાએ ન્યૂઝ પેપર મા એક જાહેર નોટિસ આપી દીધી ! નોટિસ વાંચીને આંચકો લાગશે…
આજના સમય માં કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ છે. જે વ્યક્તિ બહાર થી સારો દેખાઈ છે તેની અંદર રહેલા વિચારો કોઈ જાણી નથી શકતું. તેવીજ રીતે એક હોશ ઉડાવી દે તેવો કિસ્સો સામો આવી રહ્યો છે અને લોકો તે વ્યક્તિની ખુબજ નિંદા કરતા જોવા મળે છે. જુનાગઢના સુરજ ભુવાએ દાણા જોવડાવા આવેલી યુવતીના દુઃખ દુર કરવાના બહાને ૧૦ મહિના સુધી દુષ્કર્મ આચર્યા અંગેની જુનાગઢ બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લીધે સુરજ ભુવાની સમાજમાં ભારે બદનામી થઇ છે.
જેથી તેના માતા પિતાએ નોટીસ જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે ‘અમારો પુત્ર અમારા કહ્યામાં નથી, તેથી અમારી મિલકતોમાંથી તેને બેદખલ કરીએ છીએ’ આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થતા સમાજમાં ભારે ટીકા થવા લાગી છે. જાણવા મળતી વિગત મુજબ, ગત ૨૬ ફેબ્રુઆરીના એક યુવતીએ સુરજ ભૂવા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમાં પોતે ભુવાજી પાસે દાણા જોવડાવવા ગઈ હતી ત્યારબાદ સંપર્કમાં આવેલા સુરજ ભુવાએ તેના ઉપર 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું કહેતા ખળભળાટ મચ્યો હતો. બાદમાં આ બે સંતાનનો પિતા સૂરજ ભૂવાજી ગુમ થઈ ગયો હતો. ઉપરાંત સોશિયલ મીડિયમાં વિડીયો જાહેર કરી પોતાને બદનામ કરી રૂ.25 લાખ, 3 બીએચકે ફ્લેટ અને કાર-બુલેટની માંગણી કરી હોવાના વળતા આક્ષેપ યુવતી ઉપર કર્યા હતા.
ત્યાર પછી પોતે બે સંતાનની માતા સહીત પરિવારને છોડીને દુષ્કર્મના આક્ષેપો કરનાર યુવતી સાથે જ સમાધાન કરી મેંત્રિ કરાર થી રહેવા લાગ્યો હતો. એટલુજ નહિ તે પોતે યુવતી સાથે લક્ઝુરીયસ લાઈફ જીવતો હોવાનો વિડીઓ પણ સોશિયલ મીડિયા પર મુકવા લાગ્યો હતો. આમ સુરજ ભુવાની આ હરકતોથી જુનાગઢના ભવનાથમાં રહેતા તેના પિતા લાખાભાઈ સામંત સોલંકી, માંતા હંસાબેન લાખાભાઈ સોલંકીને સમાજમાં ભારે નીચા જોણું થયું હતું અને લોકો પણ તેઓની નિંદા કરવા લાગ્યા હતા.
જેને પગલે માતા પિતાએ એક નોટીસ જાહેર કરી અને તેમાં માતા પિતાએ જણાવ્યું કે ‘અમારો પુત્ર સુરજ સોલંકી અમારા કહ્યામાં નથી, અમારા કુટુંબના રીતી રસમો અનુસરતો નથી. અને સમાજમાં બદનામી થાય તેવા કૃત્યો કરી મનસ્વી રીતે જીંદગી જીવે છે. અમારી તમામ પ્રકારની સ્થાવર મિલકતો માંથી તેને બેદખલ કરીએ છીએ. સમાજની કોઈપણ વ્યક્તિ કે સમાજ સરકારી બેંક, અર્ધસરકારી બેંક કે રોકડ મારફતે તેની સાથે કોઈ વહીવટો કરવા નહી અને છતાં જો કોઈ વહીવટ કરશો તો તે અંગે અમે બંધન કરતા રહેશું નહિ’.