સુરત: BHMSમાં અભ્યાસ કરતી પટેલ યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું ! કારણ માત્ર એવુ કે…પિતા બોલ્યા, “મારી દીકરી

મિત્રો હાલ છેલ્લા સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતના ધ્રુજાવી દેતા કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. આજનો સમય એવો થઇ ચુક્યો છે કે વ્યક્તિ કોઈ પણ બાબતે ખોટી લાગી આવતા આત્મહત્યાનું પગલું ભરી લેતો હોઈ છે. તેમજ જ્યારે જ્યારે પણ કોઈ આપઘાત કરે છે ત્યારે તેની પાછળનું કારણ ઘણી વખત સામે આવતું હોઈ છે અને ઘણી વખત આ કારણ તે વ્યક્તિની સાથેજ દબાઈ જતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક પટેલ યુવતીએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું છે. આવો તમને આ પૂરો મામલો વિગતે જણાવીએ.

આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના સુરતના જહાંગીપુરા વિસ્તારમાંથી સામે આવી રહી છે જ્યાં BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાનવી પટેલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. આ ઘટનાની જાણ તેના પરિવારને થતા તેઓ પર દુઃખના આભ ફાટી પડ્યું હતું. આ ઘટનાની મળતી વિગત પ્રમાણે હાલમાંજ જાનવી પટેલને તેના અભ્યાસ દરમિયાન પરીક્ષામાં ATKT આવતા તે ખુબજ તણાવ તેમજ ડિપ્રેશનમાં હતી આમ તેનાજ કારણે તેણે આ આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

આ આપઘાતની ઘટના બાદ જાનવીના પિતાએ જણાવ્યું કે, અમે બપોરે બહાર ગયા હતા અને ત્યારબાદ આવીને જોયું તો જાનવીનો મૃતદેહ પંખા પર લટકતો હતો એટલે અમે તરતજ ૧૦૮ ને ફોન કરીને તેને હોસ્પિટલ લઇ ગયા. તો આ તરફ જહાંગીરપુરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આમ આ સાથે જાનવીબેન પટેલના પિતા દિલીપભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, જાનવી સુરત જિલ્લાના કિમ ખાતે આવેલી કોલેજમાં BHMSનો અભ્યાસ કરતી હતી. તેમજ તે દરરોજ ઘરે થી કોલેજ અપડાઉન કરતી હતી. જોકે તેના અભ્યાસ દરમિયાન પરીક્ષામાં તેને ATKT આવી હતી. જેના લીધે તે ઘણા સમયથી અભ્યાસને લઈને ખુબજ ટેન્શનમાં હતી. અને તેના કારણે આ પગલું ભર્યું હોઈ તેવું બની શકે. પરંતુ આટલી નાની બાબતે મારી દીકરી આપઘાત કરે તે હું નો માની શકું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *