સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ! પાંચ વર્ષીય બાળકીનું ત્રીજા માંળેથી નીચે પડતા મોત, થયું એવું કે…
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યાની ઘટનામાં વ્યક્તિ મોતને ભેટી પડતો હોઈ છે. જ્યારે આમુખ મોતના એવા એવા કિસ્સાઓ બનતા હોઈ છે જે વાલીઓ માટે ખુબજ ચેતવણી રૂપ છે હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક પાંચ વર્ષની બાળકીનું ત્રીજા માળેથી નીચે પડતા મોત થયું છે. આવો તમને સમગ્ર ઘટના વિગતે જણાવીએ.
આ હચમચાવી દેતી ઘટના સુરત શહેર માંથી સામે આવી રહી છે. જ્યા પાંડેસરા વિસ્તારના ભગવતી નગર પાસે રહેતા દીપકકુમાર પ્રસાદની 5 વર્ષીય બાળકી અપ્રીતિ ઘરની ગેલેરીમાં રમી રહી હતી. આ વેળાએ તે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાતા ત્યાં દોડધામ મચી જવા પામી હતી. બીજી તરફ બાળકીને માથા તથા કપાળ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આમ જ્યારે આ ઘટના બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવી હતી ત્યારે સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. આમ આ ઘટના બાદ બીજી બાજુ પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. વાત કરીએ તો આ ઘટના બનતાજ આજુ બાજુમાં રહેતા બધાજ લોકોની આંખો બહાર આવી ગઈ હતી.
તેમજ ત્યાંના જ રહીશ અને આ ઘટના જોનાર વિકાસકુમારે જણાવ્યું હતું કે અમે અહીં નીચે બેઠા હતા. દરમિયાન અચાનક જ ઉપરથી પાંચ વર્ષીય બાળકી નીચે પટકાઈ હતી. તેને નીચે પડેલી જોતા અમે સૌ ગભરાઈ ગયા હતા. બાળકીની હાલત જોતા તેને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જે બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો