અકસ્માત-સુરત માં એસટી બસ અડફેટે આવતા યુવક નું ઘટના સ્થળે જ મોત.

સુરત ના પાંડેસરા વિસ્તાર માં રહેતા એક યુવકને એસટી બસ અડફેટે આવતા ઘટના સ્થળે જ તેનું નીપજ્યું મોત. પાંડેસરા વિસ્તાર માં રહેતા એક નેપાળી યુવક નું બસ અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ નેપાળ નો એક યુવક સચિન વિસ્તાર માં રહેતો હતો તે સવાર ના સમયે પાંડેસરા ના કામનાથ મહાદેવ પાસે સીએનજી પમ્પ ની સામે રસ્તો ઓળંગતા સમયે બીઆરટીએસ બસ ના રસ્તા માં એસટી બસ આવતા તેની અડફેટે આવતા નેપાળી યુવક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મારનાર વ્યક્તિ સુભાષ રાકેશ પાસીના જેની ઉમર 19-વર્ષ જે સવાર ના સમયે મોડાસા જતી એક એસટી બસ ની અડફેટે આવતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન એસટી બસ નો ડ્રાયવર બાદ માં પોલીસ સ્ટેશને હાજર થય ગયો હતો. ત્યારબાદ ત્યાં ના પોલીસ ઇન્ચાર્જ કે.ડી.પટેલ દ્વારા જાણવા મળિયું કે બસ ડ્રાયવર આ ઘટના બાદ તરત જ પોલીસ સ્ટેશને હાજર થય ગયા બાદ આ ઘટના ની જાણકારી પોલીસ ને મળી હતી.

આ કેસ માં પોલીસે ગુનો નોંધી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા જાણવા મળિયું કે મરનાર વ્યક્તિ સુરત માં કામ અર્થે આવેલ તે ત્યાં રૂમ રાખીને રહેતો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *