સુરત: ૧૮ વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટુંકાવ્યું ! સ્યુસાઇડ પહેલા મમ્મીને મેસેજ કરી કહ્યું કે, ‘સોરી મમ્મી હું
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક ૧૮ વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે આપઘાત કરતા પહેલા તેના મમ્મીને એક મેસેજ પણ કર્યો હતો. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના સુરત શહેર માંથી સામે આવી રહી છે જ્યાં શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય હાર્દિક ઝડફીયા નામના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જોકે આપઘાત પહેલા તેણે માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને મેસેજ કર્યો હતો.
તો વળી આ બાબતે મૃતકના ભાઈ અજયે જાણાવ્યું હતું કે હું નોકરી પરથી ઘરે ગયો હતો અને ઘરે જઈને જોયું તો આત્મહત્યા કરી લીધી હતી. આ વાતની પછી માતાને જાણ કરી હતી. સ્કુલ પણ તેણે છોડી દીધી હતી. 4 દિવસ પહેલા જ તેનો જન્મદિવસ હતો. મમ્મી પાસે પૈસા માંગ્યા હતા. મમ્મીએ પૈસા આપ્યા ન હતા.
મમ્મી સોરી લખીને મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો.મમ્મીએ તેને કહ્યું હતું કે મારી ઉમર થઇ ગયી છે કઈક સહારો આપો બસ એટલું જ કહ્યું હતું. આમ આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. દીકરાના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.