સુરત: અમેરિકાથી આવેલ NRI યુવકે સાતમા માળેથી લગાવી મોતની છલાંગ ! કુદ્યા પહેલા બોલ્યો કે,”હું કૂદી…માતા-પિતાએ ભારત જવાની નાં..
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક NRI યુવાને ફ્લેટ સાતમા માળેથી મોતની છલાંગ લગાવી. આવો તંમને આ પાછળનું કારણ અને વિગતે સમગ્ર ઘટના જણાવીએ.
તમને જણાવીએ તો આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના સુરત શહેર માંથી સામે આવી રહી છે. જ્યાં હાલ અમેરિકાથી ચાર દિવસ પહેલા સંબંધીના ઘરે આવેલા 38 વર્ષીય NRI દિપેશભાઈ રમણલાલ પંજાબી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઈમપોર્ટ એક્ષપોર્ટ કરતો હતો. આમ મળતી માહિતી પ્રમાણે ચાર દિવસ પહેલા જ દિપેશભાઈ તેમના કાકા બીમાર હોવાના કારણે તેમની ખબર અંતર પૂછવા માટે સુરત આવ્યા હતા. સોમવારે તેઓ સિટીલાઈટના આર્જવ ટાવર ખાતે તેમના સંબંધીના ઘરમાં આંટાફેરા મારી રહ્યા હતા. દરમિયાન અચાનક જ તેમણે બારીની બહાર નજર કરી “હું અહીંયાથી કૂદી રહ્યો છું” તેમ કહીને નીચે પડતું મુકી દીધું હતું.
આમ જે બાદ થયું એવું કે બારી માંથી બહાર કુદ્યા પછી તેણે બહારના ભાગે પતરાનો ભાગ પકડી લીધો હતો, જેથી તરતજ તેના ઘરના સભ્યો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતુ ભગવાનને કદાચ કઈંક અલગ જ મંજુર હશે. NRI યુવકનો હાથ છટકી જતા તે નીચે પટકાયો હતો. આમ જેથી તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ પોલીસને આ બનાવની જાણ થતા પોલીસ તરતજ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આમ જે બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આમ જે બાદ પોલીસે પ્રાથમિક તપાસમાં દિપેશભાઈ માનસિક બીમાર હોવાથી તેના લગ્ન પણ કરાવવામાં આવ્યા નોહતા આમ તેના લીધે તેણે માનસિક બિમારે કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.
તેમજ આ સાથે પોલીસના જણાવ્યા પ્રમાણે દીપેશની બહેન અને માતા-પિતા અમેરિકામાં રહે છે. તેમજ તેઓની સાથે દીપેશ પણ ત્યાં રહેતો હતો. જોકે દિપેશને તેના માતા-પિતા ભારત જવાની ના પાડતા હતા, પરંતુ તો પણ દીપેશ ભારત પાછો આવ્યો હતો. હાલ તે 4 દિવસ પહેલાજ પુણેથી સુરત રહેતા સંબંધીના ઘરે આવ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.