સુરત બન્યું અંગદાન હબ! વધુ એક વ્યક્તિએ અંગદાન કરી એક માણસનો જીવ બચાવ્યો,1200 કિમિ દૂર…
મિત્રો આ દુનિયામાં વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી ઘણી વખત કોઈ અકસ્માત કે પછી કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી રહી છે વાત કરીએ તો બ્રેન ડેડ યુવક ના ડાબા હાથ નું દાન કરવામાં આવ્યું હતું..સુરત ની સિવિલ હોસ્પિટલમાં આ અંગદાન કરવામાં આવ્યું હતું.અને એર એમ્બ્યુલન્સ મારફતે આ હાથ 1200 કિમી દૂર કોચીના એક વ્યક્તિને લગાવવામાં આવ્યો હતો.
અંગદાન કરવામાં આવ્યું તેની સાથે એવી ઘટના બની કે આવો તમને જણાવીએ આનંદા ધનગઢ મુળ મહારાષ્ટ્રના ધુલિયા જીલ્લાના સોનગિર ગામના મૂળ વતની છે.અને તેઓ આકસ્મિક રીતે પડી ગયા હતા. જેથી તેમની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં થઈ રહી હતી. આ સારવાર દરમિયાન ડોકટરો દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. બ્રેઈન ડેડ થતા ડોકટરોએ તેમના પરિવારને અંગદાન વિશે માહિતી આપતા તેમના પુત્ર અને પરિવારે અંગદાન કરવાની તૈયારી બતાવી હતી.ડાબા હાથની જરૂરિયાત હોવાથી દાન કરવા સહમતી આપી હતી.
આમ આ અંગદાનનો કિસ્સો સુરત માંથી સામે આવી રહ્યો છે જ્યાં ગુજરાતની છઠ્ઠી અને ત્યાંની સિવિલની પ્રથમ ઘટના છે .અમદાવાદ સિવિલમા ત્રણ અંગદાતા ઓના હાથનુ દાન થયુ હતુ, સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા બે અંગદાતા ઓના હાથનુ દાન થયુ હતુ, જ્યારે સુરત સિવિલ દ્વારા પ્રથમ વાર ડાબા હાથનુ અંગદાન થયુ છે.
આમ આ અંગદાનના કિસ્સામાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામા આવ્યો હતો જેથી જે તે અંગ ડો.નિલેશ કાછડિયા,ડો.રાહુલ અમિન અને ડો.સંજુ દ્વારા હાથને પોક્યોર કરવામા આવ્યા હતા. તેમજ આ કાર્યને સંપન્ન કરવા સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક , સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયં સેવકો દ્વારા આ કાર્યને સંપન્ન કરવા ભારે જહેમત ઉઠાવી હાથને કોચી પહોંચાડ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો