Goldenman: સુરત ના ગોલ્ડનમેન તરીકે ઓળખાતા માથાભારે જફર બોર્ડ ઝડપાયો. શું કર્યો છે ગુનો?
સુરત ક્ર્યામ ન્યૂઝ: જફર બોર્ડ છેલ્લા 6 મહિના થી નાસતો ફરતો હતો. સરકારી કર્મચારી પર હુમલો, મારામારી, હત્યા નો પ્રયાસ વગેરે જેવા કેસ માં જફર બોર્ડ નાસ્તો ફરતો હતો.સુરત ના ગોલ્ડમેન તરીકે ઓળખાતા ભૂખ્યા જફર બોર્ડ ની સુરત ના સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.
તે છેલ્લા 6 મહિનાથી સરકારી કર્મચારી પર હુમલા ના કેસ તથા મારામારી ના કેસ માં છેલ્લા 6 મહિનાથી નાસતો ફરતો હતો. તેના પર સરકારી કર્મચારી પર હુમલો ઉપરાંત સુરત ના કાપડ બજાર ના લોકો ને ધમકી આપી ને પૈસા પડાવવા વગેરે જેવા ગુનાઓ માં તે સંડોવાયેલો હતો.ત્યારે ખરાબપુરા પોલીસ ને તેની બાતમી મળતા તેને પકડવાની કવાયત હાથ ધરી હતી.
તેને આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તે માર્કેટ વિસ્તાર માં દાદાગીરી કરવા માટે જાણીતો હતો. આ સાથે જ તેની ધરપકડ થતા કાપડ બજાર ના લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. અને તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. જફર વિરુદ્ધ અનેક ફરિયાદો પણ નોંધાય ચુકી છે.