સુરત:એક બસ ચાલકની ભૂલને કારણે પરિવારે ખોયો ઘરનો એક નો એક દીકરો, જાણો આ દુઃખદ ઘટના વિષે

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી રહી છે જ્યાં અહીં એક વિદ્યાર્થી બસમાં ચઢવા ગયો અને ચાલકે બસ પૂરઝડપે હંકારી મુકતા વિદ્યાર્થી નીચે પટકાયો હતો અને તેનું મોત નિપજ્યું છે. આ અંગે નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 17 વર્ષીય વિશન વિજયરાજ મોર્યા પાંડેસરામાં રહે છે. તેના પિતા સંચા ખાતામાં કારીગર છે. વિશનને બે બહેનો છે. ધોરણ 12માં ભણતો વિશન ટ્યૂશનથી ઘરે જવા માટે પાંડેસરાના તેરે નામ રોડ પરથી પસાર થતી બસમાં ચઢી રહ્યો હતો ત્યારે બસના ચાલકે પૂરઝડપે બસ હંકારી મુકી હતી, જેના લીધે તે નીચે પટકાયો હતો.

આમ તેના લીધે તેને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના પગલે બસ ચાલક ઘટના સ્થળ છોડી ભાગી છૂટ્યો હતો. નવી સિવિલમાં સારવાર માટે વિશનને ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. વિશનના પરિવારજનો તેના મૃત્યુના સમાચાર સાંભળી આઘાતમાં સરી પડ્યા છે. નવી સિવિલના પોસ્ટમોર્ટમ વિભાગ પાસે ભેગા થયેલા પરિવારજનોએ ગુસ્સામાં કહ્યું કે, જ્યાં સુધી બસ ડ્રાઈવરની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અંતિમ વિધિ માટે વિશનનો મૃતદેહ ઉઠાવવામાં આવશે. નવી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

પાંડેસરાના સુખીનગરમાં આવેલા ટ્યૂશન ક્લાસીસમાંથી મંગળવારે રાત્રે 8.30 કલાકે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેરેનામ ચોકડી પાસે સિટી બસમાં ચઢવા જતી વખતે નીચે પટકાયો હતો અને શરીરમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન બુધવારે સવારે સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત મોતનો ગુનો નોંધી પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેકોવાર સુરતમાં દોડતી બસ દ્વારા અકસ્માત સર્જવાના કિસ્સા બન્યા છે. ગયા મહિને રિંગરોડ પર બસ ચાલકે અડફેટે લેતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. આવી અનેક ઘટનાઓ બનવા છતાં સુરતના તંત્ર દ્વારા બેફામ બસ દોડાવતા ચાલકો સામે કોઈ કાર્યવાહી થતી નહીં હોઈ લોકોમાં રોષ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *