સુરત: આગે ચારબહેનો નો એકનો એક ભાઈ છીનવી લીધો, આ કારણે જયરાજસિંહ ચશ્મા પહેરાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દર્દનાક મૃત્યુનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક કંપની કે જેનું નામ અનુપમ રસાયણમાં જ્યાં લાગેલી આગમાં એન્જિનિયરનું સારવારમાં મોત થયું. આ ઘટનામાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો.
તમને જણાવીએ તો આ દુઃખદ ઘટના સુરત માંથી સામે આવી રહી છે જ્યાં સચિન જીઆઈડીસીની અનુપમ રસાયણ ફેક્ટરીમાં શનિવારે રાત્રે બોઈલર બ્લાસ્ટ થતાં સમગ્ર ફેક્ટરીમાં આગ લાગી હતી. ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા અત્યાર સુધી 4 કર્મચારીઓનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય 20 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી સારવાર દરમિયાન એન્જિનિયરનું મોત નીપજ્યું છે.
આમ દુર્ઘટનામાં કુલ મૃત્યુ આંક પાંચ ઉપર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક એન્જિનિયર પરિવારનો એકનો એક દીકરો હતો અને ચશ્માંનો શોખીન હતો. જેથી ચશ્માં પહેરાવી અંતિમ વિદાય આપતા પરિવાર રડી પડ્યો હતો. આમ ફેક્ટરીમાં લાગેલી આગ દુર્ઘટનામાં વધુ એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનામાં વધુ એક કર્મચારીનું મોત નીપજતા કુલ મૃત્યુ આંક 5 થયો છે તથા 20 ઈજાગ્રસ્ત થયા હતા. અનુપમ રસાયણ કંપનીમાં શનિવારે મોડી રાત્રે બોઈલરમાં બ્લાસ્ટ થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ગંભીર રીતે દાઝેલા કર્મીઓને ખાનગી તેમજ સિવિલમાં ખસેડાયા હતા. ત્યારબાદ ચાર મૃતદેહ મળ્યા હતા. જ્યારે આજે વધુ એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી મૃતાંક 5 થયો છે.
આ ઘટનામાં એન્જિનિયરિંગ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ઠાકોર દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પરિવારના એકના એક આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું .નવસારીના કોલાસના ગામનો યુવાન રહેવાસી હતો અને પરિવારમાં ચાર બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવતા પરિવાર અને સમગ્ર ગામ શોકમાં ફેરવાઈ ગયું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.