સુરત: રત્નકલાકાર પિતાની મહેનત રંગ લાવી ! દિકરી 96.28 % લઈ આવી , લાખ લાખ અભિનંદન..

આજે ધોરણ ૧૨ નું પરિણામ જાહેર થયું હોવાનું જોવા મળે છે તેવામાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા તો વળી કેટલા ખુબજ વધુ ટકાવારી લાવીને પાસ થતા જોવા મળ્યા છે. આ પરિણામ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું છે. સુરતનું ૮૭.૫૨% ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં મૂળ સોંરાષ્ટ્રની અને સુરતમાં રહેતી રત્નકલાકારની દીકરીએ સફળતા મેળવી છે.

આ દીકરીનું નામ ગોપી વઘાસીયા છે જેને ૯૬.૨૮ સાથે A-૧ ગ્રેડ મળ્યો છે. આમ ગોપી એએ જણાવ્યું કે તેઓએ હોશિયાર વિદ્યાર્થીઓ નું ગ્રુપ બનાવીને કોરોનાકાળ માં ખુબજ મહેનત કરી જે જે ડાઉટ હોઈ તેને ફોન કરીને ક્લીયર કરતા તેમજ માતા પિતા અને શિક્ષકોનો પણ ફૂલ સપોર્ટ મળ્યો હતો. તેમના પિતા તડકા માં મજુરી કરવા જાય છે તેથી પિતાને મજુરી નાં કરવી પડે તે માટે ગોપી એ CA બનવાનું વિચાર્યું છે. અને પિતાનું નામ રોશન કરવું છે.

ગોપી ની મહેનત અને સંઘર્ષને લીધે આજે તેણે એક મહત્વ ની સફળતા મેળવી છે. રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામના વતની ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપીએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં A-1 ગ્રેડ મેળવ્યો છે. જે તેમના પરિવાર માટે ખુબજ ગર્વ ની બાબત છે. આમ તેમના માતા કૈલાસબેન 7 ભણેલા છે અને બંને સંતાનોને ભણાવીને આગળ વધારવા માટે પોતે સિલાઈ કામ કરે છે. આમ તેમની માતા પણ પરિશ્રમ કરતી જોવા મળી રહી છે.

તેમજ  ગોપીએ વધુમાં એવું પણ જણાવ્યું કે કોરોનાકાળ દરમિયાન ધોરણ ૧૧ માં ઓનલાઈન અભ્યાસ હોવાને લીધે તેઓએ એક હોશિયાર વિદ્યાર્થીઓ નું ગ્રુપ બનાવ્યું અને જેમાં તે લોકો પોતનાં ડાઉટ ક્લીયર કર્તા તેમજ રોજ આઠ થી દસ કલાક મહેનત કર્તા હતા અને તેવીજ રીતે ધોરણ ૧૨ માં પણ કઠીન મહેનત કરી A-1 ગ્રેડ વાળું પરિણામ મેળવ્યું છે જેની પાછળ તેમના માતા પિતા શિક્ષક નો પુરતો સપોર્ટ હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *