સુરત ! આ યુવતિ ના કારનામા જાણી તમારા હોશ ઉડી જશે, લગ્ન પછી એવુ કર્યુ કે…

આજના સમયમાં કોઈનાં પર તરત વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ છે. લોકોનો અંદરનો સ્વભાવ કેવો હોઈ છે તે આપણે જાણતા હોતા નથી. અમુક ભોળા લોકો એવા હોઈ છે કે જેને બધાજ પર તરતજ વિશ્વાસ આવી જતો હોઈ છે. તેવા વિશ્વાસ ને આધારે આજના સમયમાં લોકો ચોરી અને લુંટફાટ કરી ફરાર થઇ જતા હોઈ છે આવીજ એક લુંટેરી દુલ્હન જે પહેલા લગ્ન કરે પછી ઘરના પૈસા તેમજ દાગીના લઇ ફરાર થઇ જાય છે. આ પ્રકારની ઘટના છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની ગયેલી છે.

હાલ એક તેવોજ કિસ્સો સામો આવી રહ્યો છે આ લુંટેરી દુલ્હનનો જેમાં લગ્ન ઈચ્છુક પરપ્રાંતિય યુવકને છેતરીને પહેલા સુરત બોલાવ્યો બાદમાં દાગીના આને રૂપિયા પડાવ્યા બાદ બધુજ લુટ કરી ફરાર થઇ ગઈ હતી. આ યુવક એક કર્ણાટક વેપારી હતો જેના ૧.૯૬ લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. આ વેપારીનું નામ અંકિત શાંતિલાલ જૈન કે જેઓ લગ્ન ઈચ્છુક હતા અને તેવામાં વચેટિયા બનેલા સતીષ  પટેલ સુરતની ૨૩ વર્ષીય સ્વાતી નામની છોકરી હોવાનું જણાવ્યું હતુ.

તે પછી વેપારીને આ છોકરી ગમી અને વાત આગળ વધારી. પણ તેમણે ખબર નો હતી કે આ યુવતીજ તેની સાથે લગ્ન કર્યા બાદ તેને ચૂનો લગાવીને ફરાર થઇ જશે. તેમજ લગ્ન પહેલા સ્વાતિના ભાઈ હિતેષ સતીષ પાસેથી રોકડા ૧.૫૦ લાખ, વચેટીયાએ ૧૫ હજાર અને અંકિતના માતાએ ઘરની વહુ બનનારી સ્વાતિના માતાએ શુકુનમાં કિંમતી ઘરેણા પણ આપ્યા હતા. આ પછી બંનેનાં લગ્ન થઇ ગયા બાદ નવી પત્ની સ્વાતિને લઈને યુવક કારમાં મામાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્વાતી વોશરૂમ જવાને બહાનું કરીને કારમાંથી ઉતરીને ફરાર થઇ ગઈ હતી.

જે પછી અંકિત કે જેને તેની સાથે લગ્ન કર્યા તેણે તરતજ વરાછા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. એવામાં પોલીસ ને વાત મળી કે સ્વાતી ગણેશ હિવરાલે નામની આ લુંટેરી દુલ્હન સુરતના રેલ્વે સ્ટેશન પાસે છે. જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મોટા ખુલાસાઓ પણ સામા આવી રહ્યા છે. આ લુટેરી દુલ્હને કચ્છ, અમરેલી, મુંબઈમાં આવી રીતે ઘણા યુવકો સાથે લગ્ન કરી બાદમાં તેને લુટીને ફરાર થઇ જાતી. સ્વાતિનો ભાઈ બનીને આવેલ હિતેષ તેનો સગો ભાઈ હોવાનું અને અન્ય ખોટા સગાઓ ઉભા કરવાનો પણ ભાંડો ફૂટ્યો છે. આમ આ લુટેરી દુલ્હન ખોટા સગા ઉભા કરીને યુવકો સાથે લગ્ન કરતી હતી અને પછી લુટ કરીને બધા ફરાર થઈ જતા હોઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.